- ખાંભા વિસ્તારમાં જંગલોમાં મચ્છરના ત્રાસથી વન્ય પ્રાણીઓ બહાર આવી રહ્યા છે
દિવ્ય ભાસ્કર
Jul 01, 2020, 02:17 PM ISTખાંભા. સૌરાષ્ટ્રમાં વરસાદને કારણે જંગલો ખેતરોમાં વનરાજી ખીલી ઉઠી છે. જંગલોમાં મચ્છરોના ઉપદ્રવથી વન્ય પ્રાણીઓ બહાર રોડ-રસ્તા પર ટહેલતા જોવા મળી રહ્યા છે. ખાંભાના પીપળવા રોડ પર એક સિંહણ ચાલુ વરસાદે રોડ પર લટાર મારતી જોવા મળી હતી. આ દ્રશ્યો કારચાલકે પોતાના મોબાઇલમાં કેદ કરી લીધા હતા. તો બીજી તરફ એક સિંહણ ખેતરમાં ટહેલતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. બંને સિંહણના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.
(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/one-lioness-run-on-road-and-one-lioness-run-of-farm-near-khambha-127466247.html

No comments:
Post a Comment