Thursday, July 30, 2020

સિંહણ, 5 બચ્ચાંને સાવરકુંડલા રેન્જમાં મુક્ત કરતું વન વિભાગ

  • થોડા દિવસ પહેલા બિમારીને કારણે ગ્રુપને પકડ્યું "તું
  • જસાધારના એનીમલ કેર સેન્ટરમાં સારવાર અપાઈ હતી

દિવ્ય ભાસ્કર

Jul 24, 2020, 04:00 AM IST

અમરેલી. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના રેવન્યુ વિસ્તારમાંથી વનતંત્રએ થોડા દિવસ પહેલા એક બિમાર સિંહણ અને પાંચ બચ્ચાંને પાંજરે કેદ કર્યા બાદ જસાધારના એનીમલ કેર સેન્ટરમાં સારવાર આપી ફરી તેના પ્રાકૃતિક આવાસમાં મુકત કરી દીધા હતા.

આ કાર્યવાહી વનતંત્ર દ્વારા ગઇ રાત્રે કરવામાં આવી હતી. વન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા સાવરકુંડલાના રેવન્યુ વિસ્તારમાંથી આ બીમાર ગ્રુપને પકડવામાં આવ્યું હતું. સિંહણ અને તેના પાંચ બચ્ચાંને પાંજરે પૂરવામાં આવ્યા હતા. અને આ સાવજ ગ્રુપને સારવાર માટે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડાયું હતું. ટૂંકાગાળાની સારવારમાં સિંહણ અને તેના પાંચેય બચ્ચા સાજા થઇ જતા તેને ફરી જે વિસ્તારમાંથી પકડવામાં આવ્યા હતા તે જ વિસ્તારમાં મુક્ત કરવાનો નિર્ણય કરાયો હતો. જેને પગલે ગઇરાત્રે વનવિભાગે આ પાંચેય બચ્ચા અને સિંહણને સાવરકુંડલાના રેવન્યુ વિસ્તારમાં મુક્ત કરી દીધા હતા. આમ, સમયસર સારવાર મળી જતાં 6 વન્યપ્રાણીઓના જીવ બચી ગયા છે. 
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/forest-department-releasing-lioness-5-cubs-in-savarkundla-range-127544016.html

No comments: