જૂના સાવર કેરાળા પંથકમાં સિંહ દર્શન માટે એકઠા થતા લોકોનું પરાક્રમ
લીલીયા પંથકના બાવળની કાટના જંગલ વિસ્તાર તેમજ જૂના સાવર અને કેરાળા સહિતના વિસ્તારોમાં સાવજો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. આ સાવજોને નીહાળવા અનેક લોકો વાહનો લઇને આવે છે.
કેટલાક ટીખળીખોર દ્વારા આ સાવજોને હેરાન પણ કરવામાં આવે છે. બે દિવસ પહેલા જુના સાવર નજીક કોઇ ટીખળીખોરોએ સાવજ પાછળ મોટર સાઇકલ દોડાવતાં સાવજને ઉભી પૂછડીયે ભાગવુ પડ્યુ હતુ. ત્યારે વનવિભાગ દ્વારા પેટ્રોલિંગ સઘન કરવામાં આવે તેવુ પ્રકૃતિપ્રેમીઓ ઇચ્છી રહ્યાં છે. - તસવીરો મનોજ જોષી


No comments:
Post a Comment