
Dilip Raval, Amreli | Feb 06, 2013, 12:18PM IST
- પંદર દિવસ પહેલા ધારીના જંગલ વિસ્તારમાંથી મળી હતી, એનીમલ કેર સેન્ટરમાં સારવાર અપાયધારી ગીરપુર્વના દલખાણીયાના રામગઢના જંગલ વિસ્તારમાંથી પંદરેક દિવસ પહેલા એક ઇજાગ્રસ્ત સિંહણ વનવિભાગના સ્ટાફને નજરે પડતા રેસ્કયુ ટીમ દ્વારા આ સિંહણને પાંજરે પુરી જસાધાર એનીમલ કેર સેન્ટરમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. બાદમાં આ સિંહણ સ્વસ્થ થતા તેને ફરી તે જ વિસ્તારમાં મુકત કરી દેવામાં આવી હતી.
રામગઢના જંગલ વિસ્તારમાંથી પંદરેક દિવસ પહેલા વનવિભાગના સ્ટાફને એક ઇજાગ્રસ્ત હાલતમાં સિંહણ નજરે પડતા વનવિભાગના સ્ટાફ દ્વારા તેને પાંજરે પુરી જસાધાર એનીમલ કેર સેન્ટરમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ત્યારે આ સિંહણ સારવાર બાદ સ્વસ્થ થઇ જતા ફોરેસ્ટર ઓસમાણભાઇ જોખીયા, બીટગાર્ડ શીલુભાઇ, રેસ્કયુ ટીમના હિતેષભાઇ ઠાકર, શેરમહંમદ બ્લોચ સહિત સ્ટાફે ફરી આ સિંહણને તે જ વિસ્તારમાં મુકત કરી દીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે જંગલ વિસ્તાર તેમજ રેવન્યુમાં અનેક વખત બિમાર અથવા ઇજાગ્રસ્ત હાલતમાં વન્યપ્રાણીઓ મળી આવે છે. વનવિભાગના સ્ટાફ દ્વારા આવા પ્રાણીઓને તુરત પાંજરે પુરી જસાધાર એનીમલ કેર સેન્ટરમાં સારવાર આપવામાં આવે છે. અને બાદમાં વન્યપ્રાણી સ્વસ્થ બની જતા ફરી તેના વિસ્તારમાં છોડી મુકવામાં આવે છે.
No comments:
Post a Comment