Friday, September 27, 2013

સાસણ સહિત ૩ ગામો અચોક્કસ મુદ્દત માટે બંધ.

Bhaskar News, Talala | Sep 24, 2013, 23:48PM IST
લડતનો નિર્ધાર: નવરચિત જિલ્લાને બદલે અખંડ તાલુકાનું વિભાજન અને જુનાગઢ જિલ્લામાં સમાવિષ્ટ કરવાના સરકારી નિર્ણય સામે ગુરૂવારથી
- સાસણ,ભાલછેલ અને હરિપૂર ગામમાં વિભાજનનો રોષ : ગુરૂવારથી સિંહ સદન સામે છાવણી નાંખી પ્રતિક ઉપવાસ પર બેસશે
- જનતાનાં જનમત વિરૂધ્ધનાં નિર્ણયથી હવે લોક લડત : સર્વપક્ષીય રીતે આ પ્રશ્ને ઉચ્ચકક્ષા સુધી લડત આપવાની તૈયારી આગેવાનોએ બતાવી


પ્રજાની સુખાકારી વધારવાનાં બદલે પરેશાની વધારતા સરકારનાં પ્રજામતની વિરૂદ્ધનાં અન્યાયી નિર્ણય સમયે તાલાલા તાલુકાનાં ગીરનાં ત્રણ મુખ્ય ગાયો સાસણ, ભાલછેલ, હરીપુરનાં ગ્રામજનોએ ગુરૂવાર ૨૬ તારીખથી ત્રણેય ગામો અચોક્કસ મુદત માટે બંધ કરી પ્રતિક ઉપવાસ શરૂ કરી સરકાર સામે વેદના વ્યક્ત કરવાનો કાર્યક્રમ આજે જાહેર કરી તાલાલા તાલુકા સમક્ષ અન્યાય સામેની લડતમાં સરકાર આપવાની અપીલ કરી હતી.

સાસણ, ભાલછેલ, હરીપુર ગામનાં સરપંચો, આગેવાનોની આજે સાસણ ખાતે મીટિંગ મળી હતી. ત્રણેય ગામોને તાલાલાથી અલગ કરી મેંદરડા તાલુકામાં સમાવવાથી ગ્રામ્ય પ્રજાની મુશ્કેલી વધી ગઇ છે. ત્રણેય ગામોમાં ગ્રામસભાઓ કરી પ્રજાનો જનમત લેવાયો ત્રણેય ગામોની પ્રજાએ તાલાલા તાલુકો વહીવટી, ભૌગોલિક અને અંતરની દ્રષ્ટીએ અનુકૂળ હોય તાલાલા તાલુકામાં જ રહેવાની માંગ સાથે જનમત આપ્યો.

તે જનમત રૂપી ગ્રામસભાઓનાં ઠરાવોનું સંયુક્ત આવેદન ગત તા.૧૬ નાં બનાવી સરકારને મોકલી આપ્યુ છતાં સરકાર ગીરની ગ્રામ્ય પ્રજાની વ્યથા સાંભળતી ન હોય તેવી સ્થિતી જણાતા ગુરૂવારથી સાસણ, ભાલછેલ, હરીપુર ત્રણેય ગામો અચોક્કસ મુદત માટે બંધ કરી સાસણમાં ત્રણેય ગામનાં લોકો સંયુક્ત પ્રતિક ઉપવાસ શરૂ કરે તેવુ મીટિંગમાં નક્કી કરી સરકારને ઢંઢોળી ફેર નિર્ણય કરવા લોક લડત શરૂ કરવાનું જાહેર કરાયેલ.

સાસણ સિંહ સદનની સામે પ્રતિક ઉપવાસ છાવણી ઉભી કરાશે. જે છાવણીની મુલાકાતે તાલાલા તાલુકાનાં વિવિધ ગામોનાં આગેવાનો અને લોકો આવી ત્રણેય ગામની લોકલડતને ટેકો જાહેર કરશે. તાલાલા તાલુકામાં ત્રણ મુખ્ય ગામોને તાલાલામાંથી અલગ કરવાનાં અન્યાયી નિર્ણય સામે સમગ્ર તાલાલા તાલુકામાં ભારે આક્રોશ છે. ગુરૂવારથી શરૂ થનાર અચોક્કસ મુદત બંધનાં એલાનને સમગ્ર તાલુકામાંથી ભરે સહકાર મળશે.

આજે મળેલી મીટિંગમાં સાસણ વેપારી મંડળનાં વેપારીઓ, સરપંચ લખમણભાઇ, પૂર્વ સરપંચ ભરતભાઇ મુસ્લિમ સમાજનાં અગ્રણી જુમાભાઇ કટીયા, વેપારી વઅગ્રણી જીકાભાઇ બ્રહ્ન સમાજનાં બીપીનભાઇ, તાલુકા પંચાયતનાં સદસ્ય દેવાયતભાઇ વાઢેર સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને અન્યાયી નિર્ણય સામે મક્કમ લડ આપવાનો નિર્ધારવ્યક્ત કર્યો હતો.

- સરકાર નહી સાંભળે તો ઉગ્ર આંદોલન કરાશે

સાસણ, ભાલછેલ, હરીપુર અચોક્કસ મુદત માટે ગુરૂવારથી બંધ કરી સરકાર સમક્ષ ગ્રામ્યપ્રજાની વેદના વ્યક્ત કરાશે છતાં સરકાર નહી સાંભળે તો ત્રણેય ગામોમાં શૈક્ષણિક કાર્યનો બહિષ્કાર, ચક્કાજામ, ભૂખ હડતાલ અને જરૂર પડ્યું આત્મ વિલોપનની ચિમકી અગ્રણીઓ અને ગ્રામજનોએ ઉચ્ચારી છે.

- ૧૦૮ ને મેંદરડા નહી તાલાલા લઇ જવાઇ

સાસણમાં ગઇકાલે એક મહિલાની તબિયત બગડતા ૧૦૮ ને ફોન કર્યો તો મેંદરડા તાલુકામાં ચાલતી ૧૦૮ એમ્બ્યુલન્સ આવી દર્દીને એમ્બ્યુલન્સમાં બેસાડી તાલાલા હોસ્પિટલે જવાનું કહ્યુ તો ૧૦૮ નાં ચાલકે મેંદરડા જવાનું કહેલ ત્યારે દર્દીએ તાલાલા જ સારવાર માટે જવાનું કહેતા ૧૦૮ નાં ચાલાકે માનવતાનાં ભાગરૂપે ૧૦૮ માં દર્દીને તાલાલા પહોંચડેલ અને કહેલ કે હવે આવુ થશે તો અમારે મેંદરડા જ લઇ જવાનાં રહેશે ત્યારે દર્દીનાં સગાએ ૧૦૮ નાં ચાલકને જણાવ્યુ કે ભાઇ હવે અમે ૧૦૮ ને ફોન જ ની કરીએ જે મેંદરડાથી આવે અને અમોને સારવારમાટે મેંદરડા સુધી લાંબા અંતર કપાવે.
http://www.divyabhaskar.co.in/article/SAU-JUN-protest-in-sansan-4384625-NOR.html

No comments: