Friday, September 13, 2013

દેવળિયા રેન્જમાં ગે.કા. સિંહદર્શન કરતા ૮ અમદાવાદી ઝડપાયા.

દેવળિયા રેન્જમાં ગે.કા. સિંહદર્શન કરતા ૮ અમદાવાદી ઝડપાયા
Bhaskar News, Talala | Sep 10, 2013, 00:53AM IST
- બે ગાડી સાથે યુવાનોની અટક કરી ૧૧ હજારનો દંડ વસૂલ કર્યો

સાસણગીરનાં દેવળીયા રેન્જનાં આરક્ષીત જંગલ વિસ્તારમાં ગત મોડી રાત્રે ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરવા બે ગાડી સાથે જંગલમાં ઘુસેલા અમદાવાદના આઠ યુવાનોને આરએફઓ અને સ્ટાફે ઝડપી લઇ૧૧ હજારનો  દંડ વસુલ કર્યો હતો.

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ સિંહ દર્શન કરવાનાં શોખમાં ગીરજંગલમાં અવાર-નવાર લોકો ગેરકાયદેસર ઘુસી જતાં હોય છે. આવાજ એક બનાવમાં ગત મોડી રાત્રે સાસણનાં દેવળીયા રેન્જનાં આરએફઓ બી.કે.ચોચા, વાણીયાવાવ રાઉન્ડનાં ફોરેસ્ટર મનીષાબેન વાઘેલા સહીતનો  સ્ટાફ પેટ્રોલીંગ કરી રહ્યો હતો ત્યારે ગળકીયા નેસ વિસ્તારમાં વાહનોની લાઇટો દેખાતા આ કાફલો ત્યાં પહોંચી ગયેલ.

અને જાયલો ગાડી નં. જી.જે.૧ કેજી -૮૮૫માંથી પટેલ સાગર ઇન્દ્રવદન, પટેલ ધમેન્દ્ર બકુલ, પટેલ આકાશ આશીષ, પટેલ કેવલ રાજુ  અને બીજી ગાડી નં.  જી.જે.૨૭ સી-૦૬૩૧માંથી દેલવાડીયા જયદીપ ગૌતમ, શ્રીપાલસિંહ વનરાજસિંહ, પટેલ હાર્દીક પ્રવિણ, પટેલ કૃશલ રજનીકાન્ત સહિત અમદાવાદનાં આઠ યુવાનોને ઝડપી લઇ બંને ગાડીઓ ડીટેઇન કરી તમામને દેવળીયા રેન્જ ખાતે લઇ આવી ધોરણસરની કાર્યવાહી કરી એક ગાડી દીઠ ૫૫૦૦ મળી બે ગાડીના કુલ ૧૧ હજાર રૂપિયાની દંડની રકમ વસુલ કરી હતી.

ત્યારબાદ આ તમામ યુવાનોનો વ્હેલી સવારે  છુટકારો થયો હતો. સિંહ દર્શનની ઘેલછામાં જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ કરવાનાં અવાર-નવાર બનાવો બની રહ્યા હોય તેની સામે વન વિભાગે લાલ આંખ કરી છે.

No comments: