Friday, September 13, 2013

વેરાવળમાં સિંહળનો મૃતદેહ મળ્યો, વનવિભાગ ચોંકી ઉઠ્યું.


Bhaskar News, Junagadh   |  Sep 12, 2013, 01:46AM IST
- વેરાવળના માથાસુરિયા ગામની સીમમાં બનેલો બનાવ : વાડી માલિક સામે સિંહણની હત્યાનો ગુનો નોંધાયો
- ગઇકાલે સાંજે સિંહણનો મૃતદેહ મળ્યો હતો : પીએમમાં વીજકરંટથી મોત થયાનું બહાર આવ્યું

વેરાવળ પંથકનાં માથાસુરીયા ગામની સીમમાં આવેલ ખેતરમાં મંગળવારની સાંજે એક સાત વર્ષની સિંહણનો મળી આવેલ મૃતદેહમાં પીએમ બાદ વીજ કરંટથી તેનું મોત થયાનું બહાર આવતા વન વિભાગે ખેતરનાં માલિક ખેડૂત સામે સિંહ હત્યાનો ગુનો નોંધી તેની અટક કરી કાર્યવાહી હાથ ધરી ચકચાર પ્રસરી છે. ઉલ્લેખનીય એ છે કે સોરઠમાં તાજેતરમાં વિસાવદર પંથકમાં સાવજને વીજ કરંટથી મારવાની ઘટના તાજી છે ત્યાં બીજો બનાવ બહાર આવતા વન વિભાગ ચોંકી ઉઠ્યું છે.
પ્રાપ્તમાહિતી મુજબ વેરાવળ તાલુકાનાં માથાસુરીયા ગામની સીમમાં આવેલ ભીખાભાઇ ભગવાનભાઇ ઝણકાંટનાં ખેતરમાં એક સિંહણનો મૃતદેહ પડેલ હોવાની જાણ મંગળવારે સાંજે પાંચ વાગ્યે વેરાવળ વન વિભાગને કરવામાં આવતા જૂનાગઢ વન વિભાગનાં ડીસીએફ આરાધના સાહુ, આસી.ડીસીએફ કે.એમ.ગાંધી, વેરાવળ વન વિભાગનાં આરએફઓ બી.વી.પડસાલા તથા સ્ટાફનાં સમેજા, ચુડાસમા તથા એફએસએલનાં અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરતા ભગવાનભાઇની ખેતરમાં શેરડીનાં વાડ વચ્ચે સિંહણનાં મૃતદેહનો કબ્જો લઇ મોડીરાત્રીનાં સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે પીએમ માટે ખસેડેલ હતો. જ્યાં સિંહણનું પોસ્ટમોટમ કરવામાં આવતા તેનું મૃત્યુ ઇલેકટ્રીક શોર્ટથી થયાનું બહાર આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.

વેરાવળમાં સિંહળનો મૃતદેહ મળ્યો, વનવિભાગ ચોંકી ઉઠ્યું
- વાડી માલિકની ધરપકડ
માથાસુરીયાનાં ખેતરમાં મળી આવેલ સિંહણની ઉંમર સાતેક વરસની છે તેમજ સિંહણનું મૃત્યુ મંગળવારની વ્હેલીસવારમાં ખેતરમાં રહેલ ખૂલ્લા વાયરમાં અડી જતાં કરંટથી થયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવેલ છે તેમજ ખેતરનાં માલિક ભીખા ભગવાન ઝણકાંટે સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનીયમ ૧૯૭ર અન્વયે સિંહ હત્યાનો ગુનો નોંધી તેમની અટક કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તેવું ડીસીએફ આરાધના સાહુએ જણાવ્યું હતું.
વેરાવળમાં સિંહળનો મૃતદેહ મળ્યો, વનવિભાગ ચોંકી ઉઠ્યું
- સિંહ-સિંહણના કમોતનો આંક ૧૭ પર પહોંચ્યો
જૂનાગઢ અને અમરેલી વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી સિંહ-સિંહણનાં કમોતની ઘટના વધી છે ત્યારે માથાસુરીયા ગામની સીમમાં આવેલ ખેતરમાં વીજ કરંટથી સિંહનાં હત્યાનાં બનાવથી કમોતનો આંક કુલ ૧૭ પર પહોંચી રહ્યો છે.
વેરાવળમાં સિંહળનો મૃતદેહ મળ્યો, વનવિભાગ ચોંકી ઉઠ્યું
- ગેરકાયદેસર રીતે ખેતરમાં અને મકાનમાં વીજ લાઇન લીધી’તી
આજે સવારે વન વિભાગ તથા જીઇબીનાં સ્ટાફે માથાસુરીયા ભગવાનભાઇના ખેતરમાં તપાસ હાથ ધરેલ હતી. જેમાં ભગવાનભાઇ ઝણકાંટે ખેતી કરવા માટે ખેતરમાં કૃષિ વીજ જોડાણ લીધેલ હતું. જેમાંથી તેઓએ ગેરકાયદેસર રીતે ૧૧ કેવી લાઇનના ટીસીનાં ટ્રાન્સફોર્મરની નીચે ફ્યુઝમાં ખૂલ્લા વાયર ભરાવીને ખૂલ્લા વાયરો લંબાવી ખેતરમાં આવેલ તેના રહેણાંક મકાનમાં વીજ લાઇન ખેંચેલ છે. જે વાયરમાં સિંહણ અડી જતા તેને કરંટ લાગેલ હોવાનું આરએફઓ બી.વી.પડસાલાએ જણાવેલ હતું.
વેરાવળમાં સિંહળનો મૃતદેહ મળ્યો, વનવિભાગ ચોંકી ઉઠ્યું

No comments: