Bhaskar News, Amreli
| Aug 28, 2013, 02:30AM IST

- ૧૦ સાવજો સામે રેસ્કયુ ટીમે બાળસિંહની સારવાર કરી
- છ માસના સિંહબાળનો જીવ બચાવ્યો : ધારીના આંબરડીની સીમની ઘટના
સાવજનું એક વિશાળ ટોળુ મારણ પર બેઠુ હોય અને તેમાંથી એક બિમાર
સિંહબાળને નોખુ તારવી ડાલા મથ્થાઓ સામે જ તેની સારવાર કરવા માટે સિંહ જેવું
કાળજુ જોઇએ. ગીર પૂર્વની રેસ્કયુ ટીમે આવું જ કાળજુ બતાવી એક સાથે દશ
સિંહોની નઝર સામે જ માત્ર છ માસના બિમાર સિંહબાળની સારવાર કરી એક ઉમદા કામ
કરી બતાવ્યુ હતું.

ગઇ સાંજે ધોળી કાંકરીના જંગલમાં આંબરડી પાસે આ સાવજ
પરિવારે એક બળદનું મારણ કર્યુ હોવાના વન વિભાગને વાવડ મળ્યા હતાં. જેથી
રેસ્કયુ ટીમના ડો. હિતેષ વામજા, અમીત ઠાકર, સમીર દેવમુરારી, શેરખાન,
પરમારભાઇ વિગેરે સાડા આઠેક વાગ્યાના સુમારે અહિં દોડી ગયા હતાં. જયાં એક
સાથે અગીયાર સિંહ-સિંહણ અને બરચા મારણ પર હતાં.

બાળસિંહની સારવાર કરી રહેલી રેસ્કયુ ટીમ નજરે પડે છે.

વન વિભાગે આ બરચાને સારવાર આપી પુન: ત્યાં જ છોડી દીધુ
હતું. ત્રણ ત્રણ માદા અને એ પણ બરચાવાળી અને સાથે એક ડાલામથ્થો અને અન્ય
બરચાની સામે સિંહબાળના મોઢામાં હાથ નાખવો એ કંઇ નાની માના ખેલ નથી.

બાળસિંહની સારવાર કરી રહેલી રેસ્કયુ ટીમ નજરે પડે છે.

બાળસિંહની સારવાર કરી રહેલી રેસ્કયુ ટીમ નજરે પડે છે.
No comments:
Post a Comment