Friday, September 13, 2013

ત્રણ સાવજાએ કર્યું ચાર ગાયોનું મારણ, સિંહના ધામાથી ભય.


ત્રણ સાવજાએ કર્યું ચાર ગાયોનું મારણ, સિંહના ધામાથી ભય
Bhaskar News, Timba | Aug 28, 2013, 02:11AM IST
- ટિંબીની સીમમાં સિંહના ધામાથી ભય

જાફરાબાદ તાલુકામા મોટી સંખ્યામાં સાવજોનો વસવાટ છે. ગીર જંગલમાંથી બહાર નીકળેલા સાવજો છેક જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠા સુધી પહોંચી જાય છે. ગઇકાલે ત્રણ સાવજો છેક ટિંબી ગામની સીમમાં આવી ચડયા હતા. અને ચાર વાછરડાનુ મારણ કર્યું હતુ. આ ઘટનાથી ખેડુતોમાં ફફડાટ ફેલાયો છે.

અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સાવજો દ્વારા મારણની ઘટના અવિરત બનતી રહે છે. આવી જ એક વધુ ઘટના ગઇકાલે જાફરાબાદ તાલુકાના ટિંબી ગામની સીમમાં બની હતી. ગત મોડીરાત્રે ટિંબીની સીમમાં ભુખ્યા થયેલા ત્રણ સાવજો મારણની શોધમાં આવી ચડયા હતા. આ સાવજોએ સીમમાં રખડતી ચાર રેઢીયાર વાછરડીનુ મારણ કર્યું હતુ. અને બાદમાં નિરાંતે પોતાનુ પેટ ભયું હતુ. સવારે અહી માત્ર વાછરડીઓના અવશેષો મળ્યા હતા.

ગામના કિસાન સંઘના આગેવાન બાબુભાઇ રામાણીએ આ બારામાં વનવિભાગને જાણ કરી હતી. ટિંબી તથા આસપાસના વિસ્તારમાં સાવજોની સતત અવરજવર રહેતી હોય લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હજુ થોડા સમય પહેલા જ ટિંબી નજીક શાણા વાંકીયામાં સાવજોએ બાર ગાયોને ફાડી ખાધી હતી. આજની ઘટનાથી પટેલપરા વિસ્તારના ખેડુતોએ ચિંતાની લાગણી વ્યક્ત કરી હતી.

No comments: