
રાજુલા : રાજુલાના વાવેરા ગામની સીમમાં વ્હેલી સવારે ખુલ્લા
કૂવામાં ખાબકેલ એક વર્ષના દીપડીના બચ્ચાને વનવિભાગની ટીમે રેસ્કયુ કરીને
બચાવી લીધી હતી.
રાજુલાથી નવ કિ.મી દુર આવેલ વાવેરા ગામના જીલુભાઈ ધાખડીની વાડીમાં
આજે વ્હેલી સવારે આંટા મારતુ એક વર્ષનું દીપડીનું બચ્ચુ ખુલ્લા કૂવામાં
ખાબકયુ હતું. જેની વાડીમા કામ કરતા ભાગીયાને જાણ થતા તેણે વાડી માલિકને
વાકેફ કરતા રાજુલા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાના પગલે આરએફઓ
ધાંધીયા સહીતનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો વાડીમાં ખુલ્લો કૂવો ૧૦૦ ફુટ
જેટલો ઉંડો અને ૬૦ ફુટ આશરે પાણી ભરેલુ હતુ તેમાં રેસ્કયુ કરી કૂવામાં
ખાટલો ઉતારી ગાળીયો બનાવી દીપડીના બચ્ચાને પાંજરે પુરી બચાવી લેવાયુ હતું. આ
રેસ્કયુ ત્રણેક કલાક ચાલ્યુ હતું. બચાવેલા બચ્ચાને સારવાર માટે જસાધાર
મોકલવામાં આવ્યુ હતું. જાફરાબાદ તાલુકાના ભાડા ગામે કાનાભાઈની વાડીમાં
આવેલા કૂવામાં એક નિલગાય પડી ગયાની જાણ થતા રાજુલા વનવિભાગની ટીમે તેને પણ
રેસ્કયુ કરી બચાવી લીધી હતી.
No comments:
Post a Comment