Thursday, December 31, 2015

ડાયક્લોફેનેક વાળું માંસ આરોગવાથી ગીધ 48 થી 72કલાકમાં મોતને ભેટે છે


ડાયક્લોફેનેક વાળું માંસ આરોગવાથી ગીધ 48 થી 72કલાકમાં મોતને ભેટે છે

Bhaskar News, Junagadh
Dec 29, 2015, 23:20 PM IST
- જૂનાગઢની એમએસસીની છાત્રાએ સાત સુધી મહિના ગીધ ઉપર સંશોધન કરી તારણ કાઢ્યું

જૂનાગઢ: જૂનાગઢની એસએસસીની છાત્રાએ રાજયનાં જૂદા-જૂદા જિલ્લામાં લુપ્ત થતા ગીધ પ્રજાતી ઉપર સાત મહિના અભ્યાસ કર્યો છે. ખાસ કરની ગીધએ મૃત્યુ પામતા પશુઓનો માંસ આરોગે છે. વર્તમાન સમયમાં ડાયક્લોફેનેક દવાનો પશુમાં બેફામ ઉપયોગ થઇ રહ્યુ છે.ડાયક્લોફેનેક દવા વાળા માંસ આરોગ્યનાં 48 થી 72 કલાકમાં ગીધનું મૃત્યુ થયા છે.તેમ છાત્રાએ પોતાનાં સંશોધનમાં જણાવ્યુ હતુ.

નામષેશ થતા સફેદ પીઠવાળા ગીધ પર ગુજરાત યુનિ.માં અભ્યાસ દરમિયાન જૂનાગઢની છાત્રા મીતલ મોરડિયાએ સંશોધન કર્યુ છે. તેમણે અમદાવાદ,આણંદ, અમરેલી,ભાવનગર,સુરેન્દ્રનગર અને મહેસાણા,જૂનાગઢ જિલ્લામાં વસવાટ કરતા ગીધ પર સાત મહિના સંશોધન કરી રીપોર્ટ તૈયાર કર્યો છે. તેમણ સંશોધનમાં જણાવ્યુ છે કે સૌથી વધુ માળા સુરેન્દ્રનગરમાં આવેલા છે. અને સૌથી ઓછા માળા અમદાવાદ જિલ્લામાં આવે છે. મધ્ય ગુજરાતમાં સફેદ પીઠવાળા અને સૌરાષ્ટ્રમાં ગીરનારી ગીધ જોવા મળે છે.
 
છેલ્લા 20 વર્ષમાં સફેદ પીઠવાળા અને ગીરનારી ગીધની સંખ્યામાં ભારતમાં ભયજનક ઝડપે ઘટી છે. આ પ્રજાતિ 972 કરતા વધુ નષ્ટ થઇ છે અને હવે લુપ્ત થવાનાં આરે આવીને ઉભી છે. આ વિનાશનું એક માત્ર કારણ છે પશુઓની સારવાર માટે વપરાતી ડાયક્લોકેનાક સોડિયમ નામની દાવ . આ દવાનાં અંશ રહી ગયેલા પશુઓને ખાવાથી દવા ગીધનાં શરીરમાં પ્રવેશ કરે છે.જેને ગીધ પચાવી શકતા નથી. અને પરિણામ સ્વરૂપે માત્ર 48 થી 72 કલાકમાં મૃત્યુ પામે છે.

સૌથી વધુ માળા લીંબડાનાં વૃક્ષ ઉપર
ગીધનાં માળા સૌથી વધુ લીંબડાનાં વૃક્ષ પર જોવા મળ્યા છે.તેમજ વડ,તાડ,ખીજડો, નાળિયેરી,આસોપાલવ, જાંબુ સહિતનાં ઉંચા વક્ષુ ઉપર પણ માળા બાંધે છે.

ડાયક્લોફેનેક દવા ગીધનાં લીવર અને કિડનીને અસર કરે છે
ડાયક્લોફેનેશ દવા ગીધનાં લીવર અને કિડની ઉપર સીધી અસર કરે છે.જેના કારણે તેનુ મૃત્યુ થાય છે.સરકારે વર્ષ 2006માં પશુઓનાં ઉપચાર માટે ડાયક્લોફેનેકનાં ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો હતો. દવા ઉપર પ્રતિબંધ હોવા છતા તેનો દુરૂપયોગ મોટા પાયે થઇ રહ્યો છે.

ઉંચા તાપમાનમાં ગીધનાં બચ્ચા ડીહાઇડ્રેશનથી પીડાઇ છે
ખુબ જ ઉંચા તાપમાનમાં ગીધનાં બચ્ચા ડીહાઇડ્રેશનથી પીડા છે. અને કયારેક માળામાંથી પડી જવાનાં કારણે મૃત્યુ પામે છે.તેમ મીતલ મોરડિયાએ જણાવ્યુ હતુ.

No comments: