Thursday, December 31, 2015

આવતી કાલથી ગિરનાર મહોત્સવનો પ્રારંભ, પ્રવાસીઓને આકર્ષવાનો પ્રયાસ


આવતી કાલથી ગિરનાર મહોત્સવનો પ્રારંભ, પ્રવાસીઓને આકર્ષવાનો પ્રયાસ

  • Bhaskar News, Junagadh
  • Dec 25, 2015, 00:37 AM IST
આવતી કાલથી ગિરનાર મહોત્સનો પ્રારંભ, પ્રવાસીઓને આકર્ષવાનો પ્રયાસ
આરોહણ-અવરોહણ સ્પર્ધા,સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે : ભાજપમાંથી કચવાટનો સુર પણ ઉઠ્યો
 
જૂનાગઢ : જૂનાગઢનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ થઇ શકે તેમ છે. ત્યારે જૂનાગઢ તરફ પ્રવાસીઓનું આકર્ષ વઘે તે માટે તંત્રએ એક પ્રયાસ કર્યો છે.ત્રિદિવસીય કાર્યક્રમમાં ગિરનાર પુજા,ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા, સાંસ્કૃતિક અને રંગારંગ કાર્યક્રમ યોજાશે. ગિરનાર મહોત્સવનો તા.26 ડીસેમ્બરથી પ્રારંભ થશે.જે તા.28 ડીસેમ્બરનાં ટાઉનહોલમાં રંગારંગ કાર્યક્રમ સાથે પૂર્ણ થશે. રાજ્ય સરકારનાં ગુજરાત પ્રવાસન નિગમ ગાંધીનગર આયોજીત ગરવા ગિરનારની ગોદમાં ટીસીજીએલ  દ્વારા સંકલીત તા. ૨૬ અને તા. ૨૭ ડિસેમ્‍બર બે દિવસ ગિરનારોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. તા. ૨૬ ડિસેમ્‍બરે જૂનાગઢનાં મેયર જીતુભાઇ હીરપરાનાં હસ્તે  અને સાંસદ રાજેશભાઇ ચુડાસમા અને જૂનાગઢનાં ધારાસભ્ય મહેન્‍દ્રભાઇ  ગિરનાર પૂજન કાર્યક્રમથી ગિરનારોત્સવનો પ્રારંભ થશે. તા ૨૬ ડિસેમ્‍બરે ભવનાથ તળેટી ખાતે ઝોનલ કચેરી નજીક સરકારી સ્‍ટેજ ખાતે તા. ૨૬નાં સવારે ૮-૦૦ કલાકે સંતો, મહંતો અને સમાજશ્રેષ્‍ઠીઓ, કેળવણીકારો અને પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્‍થિતીમાં યોજાશે.
 
બે દિવસીય ગિરનારોત્સવ કાર્યક્રમ દરમ્યાન તા. ૨૬ ડિસેમ્‍બરનાં રોજ સવારનાં ૮-૦૦ કલાકે ઝોનલ કચેરી પાસેનાં સરકારી સ્‍ટેજ  ખાતે ગિરનાર પૂજન કાર્યક્રમ તેમજ  સાંજે ૬-૦૦ કલાકે ઝોનલ કચેરી પાસેનાં સરકારી  સ્‍ટેજ ખાતે સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજાશે. તા. ૨૭ ડિસેમ્‍બરે સવારે ૬-૩૦ કલાકે ૩૧મી અખીલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્‍પર્ધા  અને બપોરે ૧૨-૦૦ કલાકે મંગલનાથજી આશ્રમ ખાતે ઈનામ વિતરણ સમારોહ યોજાશે.. તા. ૨૮ ડિસેમ્‍બરે સાંજે ૭-૦૦ કલાકે શહેરનાં ટાઉનહોલ  કાર્યક્રમ યોજાશે.

No comments: