Thursday, December 31, 2015

ઉનાનાં રાજેશે 58.37માં અને પુનમે 41.38 મીનીટમાં ‘સર’ કર્યો ગિરનાર


ઉનાનાં રાજેશે 58.37માં અને પુનમે 41.38 મીનીટમાં ‘સર’ કર્યો ગિરનાર

  • DivyaBhaskar News Network
  • Dec 28, 2015, 03:56 AM IST
જૂનાગઢમાં રાજ્યકક્ષાનાં મંત્રી હાજર પણ ગિરનાર સ્પર્ધામાં ગેરહાજર

અાજેયોજાયેલી 31મી રાજ્યકક્ષાનો ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઇ હતી. વહેલી સવારે નવા તેજ અને ઉમંગ સાથે 15 જિલ્લામાંથી આવેલા 809 સ્પર્ધકોએ પ્રથમ આવવાની મહેચ્છા સાથે દોટ મુકી હતી. દર વર્ષની જેમ સ્પર્ધા કુલ 4 વિભાગમા યોજાઇ હતી. જેમા સિનિયરભાઇઓમાં ઉનાના રાજેશ ચોેહાણે 58.37મીનીટમાં સ્પર્ધા કરી પ્રથમ ક્રમે રહ્યો હતો . જ્યારે સિનિયર બહેનોમાં 41.38 મીનીટ લઇ પુનમ સોલંકીએ મેદાન માર્યુ હતુ.તેમજ જૂનિયર ભાઇઓમાં ભાવેશ બારીયા62.27 અને બહેનમાં કથીરીયા 42.53મીનીટ સાથે પ્રથમ ક્રમે વિજેતા બની હતી.

આજે 31મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઇ હતી . વહેલી સવારે કેન્દ્રીય કૃષિમંત્રી મોહન કુંડારીયા મેયર જિતુભાઇ હિરપરા,અધિક કલેક્ટર આર.જી જાડજા તેમજ ગાંધીનગરથી યુથ બોર્ડના એમ એલ મણવાર વગેરેની હાજરીમાં સ્પર્ધા શરૂ કરાઇ હતી.સ્પર્ધામા 15 જિલ્લાના કુલ 1570 સ્પર્ધકોમાંથી 809 સ્પર્ધકોઅે ગિરનાર સેર કરવા દોટ મુકી હતી. ભારે ઉતેજના અને ઉત્સાહથી શરૂ થયેલી સ્પર્ધામાં નવ વાગ્યે બેહનો પણ જોડાઇ હતી. જેને કેન્દ્રીય કૃષિમંત્રી મોહન કુંડારીયાઅે પ્રસ્થાન કરાવ્યુ હતું.ચાર વિભાગમાં યોજાયેલી સ્પર્ધામાં ઉનાના ખીલાવડ ગામના રાજેશ ચોહાણે ગિરનારના 5 હજાર પગથિયા 58.38મીનીટમાંજ ચઢી પરત થતા સ્પર્ધામાં વિજેતા બન્યો હતો. જ્યારે સિનિયર બહેનોમાં 2200 પગથિયા 41.38 મીનીટમાં ઉનાના મોટા દેસરગામની પુનમ ચોેહાણે પુરા કરી મેદાન માર્યુ હતું.જ્યારે જૂનિયરભાઇઓમાં બારૈયા ભાવેશે 62.27 મીનીટનો સમય લઇ સ્પર્ધા પુરી કરી પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો.તો જૂનિયર બહેનોમાં કથિરિયા શ્રધ્ધા 42.53 મીનીટમાં 2200 પગથિયા પૂર્ણ કરી વિજેતા બની હતી. સ્પર્ધા બાદ બપોરે ભવનાથ નજીક આવેલ મંગલનાથ બાપુની જગ્યામાં વિજેતાને ઇનામ વિતરણ કાર્યક્રમ કરાયો હતો.ચારેય વિભાગમાં પ્રથમ ક્રમ હાંસલ કરનારને રૂ5000 અને ટ્રોફી બીજા ક્રમના વિજેતાને 2500 તથા ત્રીજા ક્રમના વિજેતાને 1500 તેમજ ચોથા અને પાંચમાં નંબરના વિજેતાને 500 રોકડ રકમ મળી કુલ 45હજારના રોકડ ઇનામ તથા ટ્રોફી અને પ્રમાણપત્ર અેનાયત કર્યા હતા. દર વર્ષે યોજાતી કઠીન અને જોખમી સ્પર્ધામાં જૂનાગઢ અમરેલી પોરબંદર ગીર સોમનાથ તથા રાજકોટ મળી કુલ 15 જિલ્લાના સ્પર્ધકોએ ઉત્સાહ અને હિમત પૂર્વક પુરી કરી હતી.

રાજ્યકક્ષાની આરોહણ- અવરોહણ સ્પર્ધામાં ફરી એકવાર સોમનાથ જિલ્લાનો દબદબો

ગિરનાર સ્પર્ધામાં વિજેતા થયેલા સિનિયર અને જુનીયર ભાઈઓ-બહેનોને શીલ્ડ એનાયત. }મેહુલ ચોટલીયા

માતા-પિતા ખેતમજુરી કરે છે - શ્રધ્ધા

જામનગરતાલુકાના વિતાલીયા ગામે રહેતી અને હાલ રાજકોટ કડવીબાઇ વિરાણી હાઇસ્કુલમાં ધો.9માં અભ્યાસ કરતી શ્રધ્ધાબેન રજનીકાંતભાઇ કથીરીયા જણાવ્યુ હતુ કે, માતા-પિતા ખેતી મજુરી કરી ઘર ચલાવે છે રાજય કક્ષાની ગીરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધામાંમાં પ્રથમ વખતમાં ફસ્ટ આવી એટલે ખુશ છુ અને માતા-પિતાના આશિર્વાદ સાથે રહ્યા.

ત્રણ વર્ષ પછી ફર્સ્ટ આવ્યો- ભાવેશ

ઉનાતાલુકાનાં દેલવાડા ગામે રહેતા અને જુનીયર સ્પર્ધકમાં પ્રથમ નંબરે આવેલા ભાવેશ કાનજીભાઇ બારીયાએ કહ્યુ હતુ કે, મારા પિતા માછીમારી કરે છે. માતા ખેતી કામ. ત્રણ વર્ષ પહેલા જુનિયર માં 10માં ક્રમાંકે, ગત વર્ષે જુનિયરમાં બીજા ક્રમાંકે, નેશનલમાં ત્રીજા ક્રમાંકે અને હવે ત્રણ વર્ષની મહેનત રંગ લાવી ત્યારે પ્રથમ ક્રમાંકે આવ્યો.

વિશ્વાસે અપાવી જીત- પુનમ

ઉનાતાલુકાનાં મોટા દેસર ગામની ખેડુત પરીવારની દિકરી ટી.વાય.બી.એ નો અભ્યાસ કરે છે તેમણે કહ્યુ હતુ કે ગત વર્ષે રાજયકક્ષાની સ્પર્ધક તરીકે ચોથા ક્રમાંકે આવી હતી. વર્ષની સ્પર્ધામાં જરા પણ પ્રેકટીસ કરી નથી પણ વિશ્વાસ હતોકે પ્રથમ આવીશ અને અવ્વલ થઇ હવે નેશનલમાં ફસ્ટ આવવું છે. આમ પોતાનાં આત્મબળને મહત્વ આપ્યું હતું.

ગત વર્ષ કરતા ઓછુ ઇનામ- રાજેશ

2008થીગીરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધામાં ભાગ લઉ છુ, ત્રણ વર્ષ થી રાજયકક્ષાએ ફસ્ટ નંબરે આવ્યો છું, નેશનલ કક્ષાએ જુનિયરમાં ત્રણ વખત બીજા નંબરે સીનીયર તરીકે બે વખત ત્રીજા નંબરે અને બે વખત બીજો નંબર મેળવ્યો છે. વર્ષની સ્પર્ધામાં પ્રથમનંબર મેળવનાર ને માત્ર 16000 રૂપિયા ખુબ ઓછુ ઇનામ કહેવાય જે વધારવુ જોઇએ.

31મી ગીરનાર આરોહણ- અવરોહણ રાજયકક્ષાની સ્પર્ધામાં અવ્વલ નંબરે આવેલા સીનીયર ભાઇઓમાં રાજેશ ખાતુભાઇ ચૌહાણ , જુનિયર ભાઇઓમાં ભાવેશ કાનજીભાઇ બારીયા, સીનીયર બહેનોમાં સોલંકી પુનમ મેસુરભાઇ અને જુનિયર બહેનોમાં કથીરીયા શ્રધ્ધા રજનીકાંતભાઇ ચારેય સ્પર્ધકો સામાન્ય પરીવાર માંથી આવે છે. અને તેમના માતા-પિતા ખેતીકામ કરી ગુજરાન ચલાવી રહયા છે.

ખેડુતોના દિકરા-દિકરીઓએ ગિરનાર સ્પર્ધામાં માર્યુ મેદાન

No comments: