
તાલાલાઃતાલાલા
તાલુકાનાં બામણાસા ગામે રેવન્યુ અને જંગલ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહેલા
વનપાલ જે.પી.પટાટનાં ધ્યાને અંદાજે દોઢથી બે વર્ષની ઉંમરનું નરસિંહ બાળ
ઇજાગ્રસ્ત આવતા સિંહબાળને તાકીદે સારવારની જરૂરીયાત જણાતા આંકોલવાડી
રેન્જનાં આરએફઓ ડી.જે.અગ્રાવતનાં માર્ગદર્શન હેઠળ રેસ્કયુની કામગીરી હાથ
ધરવામાં આવેલ સાસણ એનીમલ કેર સેન્ટરનાં વેટરનરી ડો.સોલંકી અને બામણસા
રાઉન્ડ સ્ટાફ અને ટ્રેકર્સએ સિંહબાળનું રેસ્કયુ કરી પાંજરે પુરેલ અન્ય વન્ય
પ્રાણી સાથે ઇનફાઇટમાં સિંહ બાળને ઇજા થયેલ હોવાનું જણાતા તાકીદે સાસણ
એનીમલ કેર સેન્ટર ખાતે સારવારમાં મોકલી આપવામાં આવેલ હતું.આમ એક સિંહબાળનો
જીવ બચાવ્યો હતો.
No comments:
Post a Comment