Friday, September 30, 2016

ખાંભામાં ઘેટા બકરામાં ફૂટરોટ નામનો રોગચાળો જોવા મળ્યો

DivyaBhaskar News Network | Sep 08, 2016, 05:35 AM IST
જિલ્લામાં 566 પશુઓને સારવાર આપવામાં આવી

ખાંભાપંથકમા નાના પશુઓ ઘેટા અને બકરામા ફુટરોટ નામનો રોગચાળો જોવા મળતા પશુપાલકોમા ચિંતા જોવા મળી રહી છે. ચોમાસામા ભેજવાળા વાતાવરણને કારણે રોગચાળો ફેલાતો હોય પશુપાલન વિભાગ દ્વારા જિલ્લામા 566 પશુઓને સારવાર આપવામા આવી હતી.

નાયબ પશુપાલન નિયામકે જણાવ્યું હતુ કે ઘેટા બકરામા ફુટરોટ નામનો રોગચાળો જોવા મળી રહ્યો છે. ભેજવાળા વાતાવરણને કારણે ઘેટા બકરામા જીવાણુથી રોગ થાય છે.

ઘેટા બકરાના પગની ખરી પોચી પડી જાય છે અને તેમા ચીરા પડે છે. બેકટેરિયલ ચેપ લાગે છે જેથી પશુ લંગડાય છે અને તાવ રહે છે. રોગમા પશુપાલકોએ અસરગ્રસ્ત પશુઓને પગે લંગડા થયેલ હોય તો પશુઓને એન્ટીસેપ્ટીક દવાથી પગની સફાઇ રાખવી જરૂરી છે.

બીજા પશુઓમા રોગચાળો ફેલાઇ નહી તે માટે તંદુરસ્ત પશુઓને બિમાર પશુઓ ઘેટા બકરાથી અલગ રાખવા જોઇએ.

ઉપરાંત તેમને સાથે ચરવા લઇ જવા જોઇએ અને પુરતી સારસંભાળ રાખવા જણાવાયું છે. પશુપાલન ખાતા દ્વારા કુલ 524 બકરા અને 42 ઘેટા મળી કુલ 566 પશુઓને સારવાર આપવામા આવી છે.

No comments: