Friday, September 30, 2016

અસામાજીક તત્વો સામે વન સંરક્ષણ ધારા હેઠળ ગુનો નોંધો

DivyaBhaskar News Network | Sep 25, 2016, 04:50 AM IST
મંદિરની મૂર્તિમાં નુકસાન ની ઘટના બાદ

રાત્રીના વિસ્તારમાં રોકાવુ ગુનો બને છે

જૂનાગઢનાજંગલ વિસ્તારમાં રાત્રી સમયે પ્રવેશ કરવા કે રાત્રી રોકાણ કરવો વન સંરક્ષણ ધારા અન્વયે ગુનો બને છે. છતા થોડા દિવસ પહેલા કેટલાક અસામાજિક તત્વો છેક 3 કિમી જેટલા અંતર સુધી પ્રવેશી અને સરકડીયા હનુમાન મંદીર સુધી પહોચી ગયા હતા. અને હનુમાનજીની પ્રતિમા તથા જનરેટર મશીન,સોલાર સીસ્ટમમાં પણ તોડફોડ કરી હતી.આ અંગે ભેસાણ પોલીસમાં ગુનો નોધાયા બાદ તેના પર યોગ્ય કાર્યવાહી થતા સાધું સતો અને ભક્તો આજે કલેક્ટર,આઇજી તથા વન વિભાગને લેખિત રજૂઆત કરી હતી. અને અા અંગે તટસ્થ તપાસ કરવા તેમજ વન વિભાગ દ્વારા વન સંરક્ષણ ધારા 1972ની કલમ 27 હેઠળ ગુનો નોધી કાર્યવાહી કરવા માંગ કરી હોવાનું વૈશ્નવ હરિદાસ ગુરૂ રાઘવદાસે જણાવ્યુ હતુ.

No comments: