Friday, September 30, 2016

સાવરકુંડલાઃ દીપડાએ બાળકીને ફાડી ખાધી, શોધખોળ કરતાં માત્ર હાડકાં મળ્યા

Bhaskar News, Savarkundala | Sep 29, 2016, 02:16 AM IST

    સાવરકુંડલાઃ દીપડાએ બાળકીને ફાડી ખાધી, શોધખોળ કરતાં માત્ર હાડકાં મળ્યા,  amreli news in gujarati
સાવરકુંડલાઃ અમરેલી પંથકના રેવન્યુ વિસ્તારમા અવારનવાર વન્યપ્રાણીઓ માનવભક્ષી બની જઇ લોકોને ફાડી ખાય છે. આવી એક વધુ ઘટના સાવરકુંડલા તાલુકાના રબારિકા ગામે બની હતી જયાં આજે સવારે એક દિપડાએ દેવીપુજક પરિવારની ચાર વર્ષની બાળકીને ઉપાડી જઇ ફાડી ખાધી હતી. આ બાળકીના માત્ર અવશેષો હાથ લાગ્યા હતા. ગામ લોકોમા આ ઘટનાથી ભારે ફફડાટ છે.
 
માતા-પિતા બહાર ગયા હતા ત્યારે દીપડો ઘરમા ધૂસ્યો હતો
 
ધારીના આંબરડી પાર્ક વિસ્તારમા સાવજોએ ટુંકાગાળામા ત્રણ લોકોને ફાડી ખાધાની ઘટનાને હજુ બહુ જાજો સમય થયો નથી ત્યાં હવે સાવરકુંડલાના રબારીકામા આજે સવારે દિપડાએ આ બાળકીનો શિકાર કર્યો હતો. વનવિભાગના સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર રબારીકાનો દેવીપુજક દિલીપ પરમાર તળાવના પાળે ઝુંપડુ બનાવી રહે છે અને મજુરીકામ કરે છે. સવારે તે મજુરીકામે ગયો હતો અને તેની પત્ની પણ બહાર ગઇ હતી. આ સમયે  દિપડો તેમના ઝુપડામા ઘુસી આવ્યો હતો અને ચાર વર્ષની પુત્રી દયાને ઉપાડી લઇ ગયો હતો.
 
વનતંત્રએ પણ શોધખોળ કરી હતી
 
દયાની માતા ઝુપડે આવતા પુત્રીને ન જોઇ તેણે આસપાસ શોધખોળ આદરી હતી. પરંતુ દિપડાએ દયાને ફાડી ખાધી હોય માત્ર તેના અવશેષો હાથ લાગ્યા હતા. તાબડતોબ આ બારામાં વનતંત્ર અને પોલીસને જાણ કરવામા આવી હતી. જેને પગલે તંત્ર પણ દોડતુ થયુ હતુ. ગીરકાંઠાના તાલુકાઓમા અવારનવાર વન્યપ્રાણીઓ આ પ્રકારે માણસનો પણ શિકાર કરી નાખે છે જે ચિંતાનો વિષય છે.

સિંહ બાદ હવે દિપડાનો આતંક
ધારીના આંબરડી પાર્ક વિસ્તારમા સાવજોએ ટુંકાગાળામા ત્રણ લોકોને ફાડી ખાધાની ઘટનાને હજુ બહુ જાજો સમય થયો નથી ત્યાં હવે સાવરકુંડલાના રબારીકામા આજે સવારે દિપડાએ આ બાળકીનો શિકાર કર્યો હતો.
 
બાજુના ખેતરમાં લઇ જઇ બાળકીને ફાંડી ખાધી
દિપડો ચાર વર્ષની દયાને ઝુપડામાથી ઉપાડી બાજુના ખેતરમા ઢસડી ગયો હતો અને તેને ફાડી ખાતા આ બાળકીના માત્ર છુટાછવાયા હાડકા સહિતના કેટલાક અવશેષો જ મળ્યા હતા.
 
દિપડાને પકડવા ત્રણ પાંજરા મૂકાયા
દિપડો માનવભક્ષી બનતા રબારીકાના લોકોમા ભારે ફફડાટ છે. લોકોની માંગણીને પગલે વનવિભાગ દ્વારા આ નરભક્ષી દિપડાને પકડવા માટે અલગ અલગ દિશામા ત્રણ પાંજરા ગોઠવવામા આવ્યા છે.
 
ત્રણ મહિના બાદ ફરી દિપડાએ દેખા દીધી
સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રબારીકા નજીકનાં વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિના પહેલા દિપડાઓ જોવા મળતા હતા અને ત્રણ મહિના બાદ ફરી દિપડાએ દેખા દેતા અને ચાર વર્ષની બાળકીને ઝુપડામાંથી ઉઠાવી લેતા ફાડી ખાદ્યાની ઘટનાથી સીમ અને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

No comments: