Friday, September 30, 2016

જૂનાગઢ તાલુકાનાં ગલીયાવડ ગામે ગિરનારનાં જંગલમાં

DivyaBhaskar News Network | Sep 21, 2016, 05:00 AM IST

    જૂનાગઢ તાલુકાનાં ગલીયાવડ ગામે ગિરનારનાં જંગલમાં,  junagadh news in gujarati
ગળી ગયા બાદ શરીરમાં થઇ આંતરિક ઇજા

અજગર નીલગાય ગળી ગયો, પણ પચાવી શક્યો : મોત

જૂનાગઢનાંગલીયાવડમાં જંગલમાંથી આવી ચઢેલા અજગરે નીલગાયનાં બચ્ચાંને પોતાની લપેટમાં લઇ ભીંસી નાંખ્યા બાદ ગળી ગયો. પણ ત્યારપછી તેને પચાવી શક્યો. રોડ પરજ નીલગાયને ઓહિયાં કરી ગયા બાદ દૂર જવા માટે તેણે હલનચલન કરતાં તેના શરીરમાં આંતરિક ઇજાઓ થઇ હતી. અને અંતે તે મોતને ભેટ્યો હતો. ગિરનારનાં જંગલમાં વસતા એક 15 ફૂટ લાંબા અજગરે જૂનાગઢ તાલુકાનાં ગલીયાવાડ ગામે રેવન્યુ વિસ્તારમાં આવી ચઢી ગભરૂભાઇ નામનાં ખેડૂતની વાડીમાં એક નીલગાયનાં બચ્ચાંને ભીંસમાં લઇ લીધું. અને ત્યારબાદ ધીમે ધીમે તેને આખીને આખી ગળી ગયો. પોતાનાં વજન કરતાંયે મોટો શિકાર તે ગળી તો ગયો. પણ પછી ત્યાંને ત્યાં પડ્યો રહેવાને બદલે તેણે હલનચલન કર્યું. પોતાની વાડીમાં અજગર જોતાં ગભરૂભાઇએ વનવિભાગને જાણ કરી. આથી આરએફઓ એસ. ડી. ટીલાળા સ્ટાફ સાથે ધસી ગયા. અને આજે સવારે અજગરને હળવે રહીને વાહનમાં મૂકી સક્કરબાગ ઝૂ ખાતે ખસેડ્યો. જોકે, અજગરે ખોરાકને હજમ કર્યા પહેલાંજ હલનચલન કરતાં તેના શરીરનાં આંતરીકભાગોમાં ઇજા થઇ. જે તેના માટે જીવલેણ નિવડી. આજે બપોરે સક્કરબાગ ખાતેજ તેણે દમ તોડ્યો. અજગર જંગલમાં પોતાનાથી મોટા પ્રાણીનો શિકાર કર્યા બાદ એજ સ્થળે દિવસો સુધી પડ્યો રહીને ખોરાકને પચાવે છે. ત્યાં સુધી તે હલનચલન કરી શકતો નથી. પરંતુ તે રેવન્યુ વિસ્તારમાં હોવાથી માનવીની અવરજવરથી બચવા તેણે હલનચલન કર્યું જે તેના માટે કદાચ જીવલેણ નિવડ્યું હોઇ શકે. એમ આરએફઓ ટીલાળાએ જણાવ્યું હતું

No comments: