Sunday, April 30, 2017

મેટીંગ માટે અધિરા બનેલા સાવજે સિંહબાળને મારી નાખ્યું

DivyaBhaskar News Network | Apr 24, 2017, 02:40 AM IST
આદસંગની સીમ નજીક ડુંગર પર ઇનફાઇટ

મિતીયાળા અભયારણ્ય નજીકની ઘટના : વનતંત્ર દોડયુ

મિતીયાળાઅભ્યારણ્ય નજીક આવેલા આદસંગ ગામની સીમમા આદસંગીયા ડુંગર ઉપર આજે ઇનફાઇટમા એક સિંહબાળનુ મોત થયુ હતુ. મેટીંગ માટે અધીરા બનેલા સાવજે સિંહબાળને મારી નાખ્યાનુ મનાય છે. બનાવની જાણ થતા વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડયો છે.

ગીર જંગલ તથા તેના આસપાસના વિસ્તારમા ઇનફાઇટમા સાવજોના મોતની ઘટના અવારનવાર બનતી રહે છે. ખાસ કરીને મેટીંગ માટે આક્રમક બનેલા સાવજો દ્વારા બચ્ચાઓને મારી નાખવામા આવ્યા હોવાની ઘટના વધારે બને છે. આવી એક ઘટના આજે આદસંગીયા ડુંગર ઉપર બની હતી. સુત્રોમાથી જાણવા મળતી ઘટના મિતીયાળા અભ્યારણ્ય નજીક આવેલા આદસંગ ગામની સીમમા બની હતી.

અહી આદસંગીયા ડુંગર ઉપર આશરે એકાદ વર્ષની ઉંમરના સિંહબાળનો મૃતદેહ પડયો હોવાની વનવિભાગને બાતમી મળી હતી. જેના પગલે સ્થાનિક આરએફઓ સ્ટાફ સાથે અહી દોડી ગયા હતા. સિંહબાળના શરીર પર ઇજાના નિશાનના આધારે ઇનફાઇટમા તેનુ મોત થયાનુ જણાયું હતુ. સિંહણ સાથે મેટીંગ માટે અધીરા બનેલા સાવજે સિંહબાળને મારી નાખ્યું હતુ. સિંહબાળના મૃતદેહને પીએમ માટે મિતીયાળા બંગલે ખસેડવા તજવીજ હાથ ધરાઇ હતી.

No comments: