Sunday, April 30, 2017

ઊનાનાં ખાપટ ગામે દીપડીનાં 7 થી 8 દિ’નાં બચ્ચા જોવા મળ્યાં, મજુરોમાં ભય

Bhaskar News, Una | Apr 27, 2017, 03:21 AM IST

ઊના:ઊના તાલુકાના ખાપટ ગામે મકાઇના વાવેતર કરેલ હોય જેમાં બે દીપડીના બચ્ચા જોવા મળતા ખેતરમાં કામ કરતા મજુર લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઇયુ હતું.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઊના તાલુકાના ખાપટ ગામના વાડી વિસ્તારમાં રહેતા અશ્વિનભાઇ ભીમાભાઇ ઝાલાની પોતાના ખેતરમાં મકાઇનું વાવેતર હોય અને વહેલી સવાર માંથીજ આ ઉભા રહેલા મકાઇને વાઢવા માટે મજુરો આવેલા હોય અને જ્યારે મકાઇ વાઢતા હતા ત્યારે દીપડીના બે બચ્ચા જોવા મળતા ભયના મારે મજુરોએ કામ બંધ કરી દીધુ હતુ. અને તાત્કાલીક ફોરેસ્ટરખાતાને જાણ કરતા આવી ગયા હતા. અને દીપડીના બે બચ્ચેની વાત કરતા આ મકાઇના ઉભા પાકને વાઢવા માટે મજુરો ભયના લીધે વાઢતા ન હોય ત્યારે ફોરેસ્ટના કર્મચારી ત્યા ઉભા રહ્યા અને મજુરોએ ખેતરમાં કામ પુરૂ કર્યુ હતુ.

હજુ આ બચ્ચા સાત થી આઠ દીવસના જ હોય તેવુ જાણવા મળેલ છે. બાદ આ બચ્ચા સવારે બે હતા અને બપોરના સમયે એકજ જોવા મળતા મજુરોને લાગેલ કે એક બચ્ચાને દીપડી લઇ ગયુ હશે તેવું જાણવા મળેલ પણ આ બે બચ્ચા અલગ અલગ પડી ગયા હતા તે પણ આ ખેતરમાંજ આટા મારતા હોય તેવુ જોવા મળેલ છે. હજુ સુધી આ બચ્ચાની ભાળ માટે ગમે ત્યારે આવી ચડી જાય તેમ દીપડી આજુ બાજુના ખેતરમાં હોય તેમ જાણવા મળેલ છે. દીપડીના બે બચ્ચાને સાથે ભેગા કરવા માટે ફોરેસ્ટકર્મીઓએ બન્ને બચ્ચાનું મિલન કરાવવા કવાયત હાથ ધરી હતી.
 
 

No comments: