Sunday, April 30, 2017

વિસાવદરના નિવૃત વન કર્મીને 10 ટકા વ્યાજ સાથે ગ્રેચ્યુઇટી ચૂકવવા આદેશ

DivyaBhaskar News Network | Apr 30, 2017, 03:15 AM IST

નોકરી પરથી ઉતર્યા બાદ વર્ષો સુધી હકની રકમ મળી

ગ્રેચ્યુઇટી અને પેન્શનર કમિશ્નરે 30 દિવસમાં રકમ ચૂકવવા કહ્યું

વિસાવદરનાએક નિવૃત વન કર્મચારી નિવૃત થયા બાદ વર્ષો સુધી વનવિભાગે ગ્રેચ્યુઇટીની રકમના ચુકવતા અંતે વન કર્મીએ લેબર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેના આધારે કંટ્રોલીંગ ઓફ અન્ડર ધી પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી કમિશ્નરે વન કર્મીને ગ્રેચ્યુઇટીના રૂા 77,940 તેમજ 10 ટકા વ્યાજ 30 દિવસમાં ચુકવવા આદેશ કર્યો છે.

વિસાવદરના લાલપુરમાં રહેતા ફતેહમહમદ જલાલ મકરાણી વય મર્યાદાના કારણે 1998માં નિવૃત થયા હતાં .નિવૃતિ બાદ વન વિભાગે તેને ગ્રેચ્યુઇટીના લાભ આપતા તેમણે લેબર કોર્ટમાં વન વિભાગ સામે કેસ દાખલ કર્યો હતો.જેમાં એડવોકેટ એચ.વી.ધોરાજીયાઅે વન કર્મી વતી કેસ લડી યોગ્ય પુરાવા અને અગાઉની કોર્ટના ચુકાદાના આધારે ફતેહમહમદભાઇને પણ ગ્રેચ્યુઇટીનો લાભ મળવો જોઇએ તેવી દલીલ કરી હતી.જેને લેબર કોર્ટે માન્ય રાખી હતી અને વનકર્મીને ગ્રેચ્યુઇટી ચુકવવા જણાવ્યું હતું.

કંટ્રોલીંગ ઓથોરિટી અંડર ધી પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટીના કમિશ્નરે વનવિભાગને નિવૃતિના સમય સુધીની રૂા 77,940 ગ્રેચ્યુઇટીની રકમ તથા 10 ટકા વ્યાજસહિતની રકમ 30 દિવસમાં ચુકવવા આદેશ કર્યો છે.

No comments: