
અમરેલી:આજે
અમરેલી જિલ્લામાં અચાનક વાતાવરણ પલ્ટો થતાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ
જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લામાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો હતો.
જેમાં ભાડ, નાનુડી ગામમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે ખાંભા અને આંબરડી
જેવા વિસ્તારોમાં વરસાદી છાંટા જોવા મળ્યા હતાં.
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડતાં જિલ્લામાં ઠંડો પવન ફૂંકાતા ગરમીમાંથી રાહત મળતા જિલ્લાવાસીઓ ખુશ થયા હતા. જોકે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતાં.
No comments:
Post a Comment