Sunday, April 30, 2017

ઉંમર 15 વર્ષને પાર કરી જતા ઘરડી સિંહણને થાપાનાં ભાગે રસી થઇ જતા જશાધાર એનીમલ કેર સેન્ટરમાં સારવાર ચાલી રહી છે

DivyaBhaskar News Network | Apr 24, 2017, 02:40 AM IST
સિંહણઅહીં વસતા સાવજ પરિવારની રાજમાતા છે. કારણ કે જંગલથી દુર દુર શેત્રુજીના કાંઠે બાવળની અડાબીડ વીડીઓ અને ખરાબાના વિસ્તારમાં સૌ પ્રથમ તેણે પગરણ માંડ્યા હતાં. વાતને દોઢ દાયકો થવા આવ્યો છે. હવે તેના પરિવારમાં 40 જેટલા સભ્યો છે. અહીં તેનુ રાજ ચાલે છે. એકહથ્થુ શાસન ચાલે છે. મજાલ છે કોઇ અન્ય સાવજ ગુપની કે અહીં પગ પણ મુકે. પણ હવે તે ઘરડી થઇ ગઇ છે. જીવનના અંતિમ પડાવ પર પહોંચી છે. ક્રાંકચની રાજમાતા ઘરડો તો પણ સિંહ ઉક્તિને સાર્થક કરીને પોતાની આણ વર્તાવી રહી છે. પણ કેટલા દિવસ ?

એક સમયે લીલીયાના ક્રાંકચ તથા આસપાસના ખારાપાટ વિસ્તારમાં સાવજોનું કોઇ અસ્તિત્વ હતું. પણ અહીં સાવજોને વસાવવામાં નિમિત બની શેત્રુજી નદી.દોઢેક દાયકા પહેલા નદીના કોતરોમાં આગળ વધતા વધતા એક સિંહણ અહીં પહોંચી. તેની પાછળ પાછળ એક સાવજ પણ આવી પહોંચ્યો. સાવજ બેલડીએ અહીં નવુ ઘર વસાવ્યું. આજે પરિવારમાં 40 જેટલા સભ્યો છે. જેમાના મોટા ભાગના સૌ પ્રથમ અહીં આવનાર સાવજ બેલડીના સંતાનો છે.કોઇ પણ ગૃપ પર નર સિંહનો કબજો વધીને બેથી ત્રણ વર્ષ રહે છે. ન્યાયે અહીં બહારથી આવતા સાવજોએ ગુપની સંતતિ વધારવામાં પોતાનું યોગદાન આપ્યું.આ સિંહણ થકી જન્મેલી સિંહણો અને તેના થકી જન્મલી અન્ય સિંહણો પણ હાલમાં ગુપમાં છે.

સૌ પ્રથમ અહીં આવેલી સિંહણ રાજમાતા. અહીંના લોકો તેને રેડીયો કોલર સિંહણ તરીકે ઓળખે છે. કારણ કે વર્ષોથી તેના ગળામાં રેડીયો કોલર બાંધેલો છે. રાજમાતાએ વિસ્તારને ગૌરવ અપાવ્યું છે. પ્રદેશને દેશ દેનિયામાં જાણીતો કર્યો છે. પણ હવે સિંહણ ઘરડી થઇ ગઇ છે. તેની ઉમર 15 વર્ષને પાર થઇ ગઇ છે. આટલુ તો સાવજો જીવી પણ શકતા નથી. હાલમાં તે ઘાયલ છે. જસાધારના એનીમલ કેર સેન્ટરમાં તેની સારવાર થઇ રહી છે. થાપાના ભાગે રસી થઇ ગયા છે. રેસ્કયુ ઓપરેશન બાદ કદાચ તે બચી પણ જાય. પરંતુ એક સુવર્ણ યુગ પુરો થવામાં છે તેને કોઇ અટકાવી નહી શકે.

વર્ષોથી ગળામાં બંધાયેલ છે રેડીયો કોલર 

No comments: