Thursday, May 31, 2018

વન તંત્ર હિન્દુ ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડે છે

DivyaBhaskar News Network | Last Modified - May 27, 2018, 02:10 AM IST
ગિરનારની પરિક્રમા કરવા ન દેવાતા પરીક્રમાર્થીઓ લાલઘૂમ, સંતો સાથે ઇંટવા ગેઇટ પાસે યજ્ઞ કર્યો
વન તંત્ર હિન્દુ ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડે છે
વન તંત્ર હિન્દુ ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડે છે
ગિરનાર જંગલની પરિક્રમા કરવા માટે વનતંત્રએ મંજુરી ન આપતા ભાવિકોએ ઈંટવા ગેઈટ પાસે હવન કરી વનતંત્રનાં જડ વલણ સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો. સાધુ-સંતો પણ આ હવનમાં જોડાઈ સમર્થન આપ્યું હતું. શ્રી જ્ઞાતિ સમાજો - ટ્રસ્ટોનું ઉતારા મંડળે વર્ષ દરમીયાન ગિરનાર જંગલની 13 પરિક્રમા કરી 13 અખાડાને સમર્પિત કરવાની પ્રતિજ્ઞા કરી હતી. જોકે વન વિભાગે માત્ર એક જ પરિક્રમા કરવા દઇ બાદમાં પ્રતિબંધ મૂકી દીધો હતો. બાદમાં અનેક પ્રયાસો છતાં વન વિભાગ ટસથી મસ ન થતા ગિરનારની પરિક્રમાનું પ્રણ લેનારામાં રોષ વ્યાપી ગયો છે. આ મામલે ભાવેશભાઇ વેકરીયાએ જણાવ્યું હતું કે વન વિભાગ જડ વલણ દ્વારા વન પ્રવેશ અટકાવી હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચાડી રહ્યો છે. આ ઉપરાંત દરેક વ્યકિતને કુદરતના ખોળે રમવાની સાથે ઇશ્વરની ભકિત કરવાની બંધારણમાં અપાયેલ છૂટનો અમલ અટકાવી બંધારણનું પણ અપમાન કરી રહ્યો છે. ચોથી પરિક્રમા દરમીયાન 25 થી વધુ સાધુ સંતો સાથે ઇંટવા ગેઇટ પાસે હવન કરી વન વિભાગ દ્વારા થતી કનડગત બંધ થાય તેવી ગિરનારી મહારાજને પ્રાર્થના કરી હતી.

ઈંટવા ગેઈટ પાસે હવન કરી વનતંત્ર સામે આક્રોશ ઠાલવ્યો.તસવીર-ભાસ્કર
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-021002-1805560-NOR.html

No comments: