Thursday, May 31, 2018

ડાલામથા સાવજની ડણક સાથે રસ્તા પર એન્ટ્રી, વાહનચાલકો થંભી ગયા!

Jaidev Varu, Amreli | Last Modified - May 18, 2018, 12:22 PM IST
કાળઝાળ ગરમીના કારણે સિંહો ખુલામાં રહેવાનું વધુ પસંદ કરે છે
રસ્તા પર સિંહ આવી જતા વાહનચાલકોને થંભી જવું પડ્યું
+3 બીજી સ્લાઈડ્સ જુઓ
રસ્તા પર સિંહ આવી જતા વાહનચાલકોને થંભી જવું પડ્યું
અમરેલી: ગુજરાતમાં આન બાન શાનથી ઓળખાતા સિંહોની સલામતી અને સિંહોની સુરક્ષા માટે ગુજરાત સરકાર વારંવાર મોટા મોટા ભાષણો આપી વાતો કરે છે. પરંતુ અમરેલી જિલ્લાના દરિયાકાંઠે આવેલા પીપાવાવ પોર્ટ ઔદ્યોગિક જોન વિસ્તારના સિંહો અસુરક્ષિત છે તે વાત અહીં સાબિત થાય છે. અહીં સિંહો માટે વનવિભાગ અને સરકાર દ્વારા કોઈ આયોજન કરાયું નથી. સિંહોને અકસ્માતથી બચાવવા માટે વનતંત્રએ મેદાનમાં આવવું જોઈએ. આ ઘટના પહેલી વાર નથી બની પરંતુ 8 દિવસમાં 6 દિવસ સિંહો રોડ ક્રોસિંગ કરે છે અને અકસ્માત થતા થતા ઘણી વખત અટકી જાય છે. રાજુલા નજીક આવેલ પીપાવાવ પોર્ટ ફોર્વે માર્ગ પર ગઈકાલે બપોર બાદ સાંજના સમયે ડાલામથો સિંહ ભૂખ્યો અને પાણીની તરસમાં રઘવાયો બની ગયો હતો. પીવાના પાણી માટે ફોર્વે પાસે આવેલી ખાડીમાં પાણી પીવા આવ્યો હતો અને થોડીવારમાં પોર્ટના માર્ગ પર ડણક સાથે ચડી જતા વાહન ચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

વાહનચાલકોના સૂત્રો પાસેથી એવી પણ વિગતો મળી રહી છે આ સિંહ રીતસર તેમના જંગલ વિસ્તારમાં એન્ટ્રી મારી ચાલતો હોય તેમ આ માર્ગ પર લટાર મારી હતી. જો કે અહીં આસપાસ ચારે તરફ મસમોટા કન્ટેનરો અને ટ્રેલર જેવા મહાકાય વાહન ચાલકોએ વાહન થંભાવી દીધા હતા અને થોડીવારમાં આ સિંહ માર્ગ ક્રોસ કરી ગયો હતો. આ પ્રકારની ઘટના કેટલી ગંભીર કહેવાય છે. પરંતુ સરકાર અને અમરેલી જિલ્લાનું વનતંત્ર ખાસ કરી રાજુલા તંત્ર આ ઘટનાને સામાન્ય ઘટના ગણાવી રહી છે. જો કે આ સિંહો દિવસના માર્ગ પર હોય છે તેમ રાત્રીના સમયે વધુ જોવા મળે છે. કેટલાક લોકો માની રહ્યા છે કે આ કાળઝાળ ગરમીના કારણે સિંહો ખુલામાં રહેવાનું વધુ પસંદ કરે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-lion-entery-on-way-so-vehicle-driver-stop-near-pipavav-port-gujarati-news-5875476-PHO.html

No comments: