Thursday, May 31, 2018

કનકાઇમાં CMનાં કાર્યક્રમ સામે વન્ય પ્રાણી બોર્ડનાં પૂર્વ સભ્યનો રોષ

DivyaBhaskar News Network | Last Modified - May 04, 2018, 06:55 AM IST
જંગલમાં લોકોની અવરજવર ઓછી થાય એવા પગલાં લેવા જોઈએ 6 મેનાં રોજ મુખ્યમંત્રી પ્રાણી કલ્યાણ યજ્ઞમાં આવશે
કનકાઇમાં CMનાં કાર્યક્રમ સામે વન્ય પ્રાણી બોર્ડનાં પૂર્વ સભ્યનો રોષ
મુખ્યમંત્રી રૂપાણીનાં તા. 6 મે નાં રોજ કનકાઇ ખાતેનાં પ્રાણી કલ્યાણ માટેનાં યજ્ઞનાં કાર્યક્રમનો વિરોધ વાઇલ્ડ લાઇફ બોર્ડનાં પૂર્વ સભ્યે કર્યો છે. તેમણે કહ્યું છે કે, રૂપાણીનું કનકાઇ મંદિરના યજ્ઞમાં હાજરી આપવા જવું એ પર્યાવરણ અને ગિર પ્રેમીઓ માટે આઘાત સમાન છે.

રાજ્યની વાઇલ્ડ લાઇફ એડવાઇઝરી બોર્ડનાં પૂર્વ સભ્ય રેવતુભા રાયજાદાએ કહ્યું છે કે, વિજય રૂપાણી કનકાઇ મંદિર જઇને ખોટો મેસેજ આપી રહ્યા છે. સરકારે એવા પગલાં લેવા જોઇએ કે, ગિર જંગલની અંદર ઓછામાં ઓછા લોકો જાય. અને વન્ય પ્રાણીઓ નિશ્ચિંત થઇને વિહાર કરે. તો વળી રાજ્ય વાઇલ્ડ લાઇફ બોર્ડના એક સભ્ય તો કહે છે કે, કોઇ મંદિર યજ્ઞ કરે એમાં વાંધો ન હોઇ શકે. પણ એ ગિર જંગલમાં ન થવો જોઇએ. બીજું, અત્યાર સુધીમાં કનકાઇ મંદિર અને વનવિભાગ વચ્ચે સંઘર્ષ ચાલતો આવ્યો છે. જેતે સરકારો વનવિભાગની પડખે ઉભી રહી છે. ગુજરાત સરકારી જો વન્ય પ્રાણીઓનું રક્ષણ કરવા માંગતી હોય તો યજ્ઞમાં જઇને જંગલને ખલેલ પહોંચાડવા કરતાં તાકીદે ગિર(પશ્ચિમ)નાં ડીએફઓની જગ્યા ભરવી જોઇએ. https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-065503-1619734-NOR.html

No comments: