Thursday, May 31, 2018

મધરાત્રે પણ રેતચોરોની અવર જવરથી ધમધમે છે શેત્રુંજીનો પટ્ટ

DivyaBhaskar News Network | Last Modified - May 03, 2018, 02:00 AM IST
અમરેલી જીલ્લાનું વહીવટીતંત્ર સડેલુ છે, ભ્રષ્ટ છે. શેત્રુંજી નદીમાંથી રેતી ઉપાડવા માટે રીતસર હપ્તાખોરી ચાલી રહી છે. આ માટે સૌથી વધુ ભ્રષ્ટાચાર ખાણ ખનિજ વિભાગ અને પોલીસ દ્વારા આચરવામાં આવી રહ્યો છે અને હાલમાં તો સ્થિતી એવી પણ સર્જાય છે કે ખાણ ખનિજમાં પુરતા કર્મચારીઓ નથી, પોલીસ બેડામાં ઉચ્ચ અધિકારીઓ ન હોવા ઉપરાંત એલસીબી અને એસઓજી જેવી શાખાઓ વિખેરી નખાઇ છે. જેને પગલે રેત ચોરોને બખ્ખા છે. માત્ર દિવસે જ નહી શેત્રુંજીના પટ્ટમાંથી આખી રાત રેતીના વાહનો ભરાતા રહે છે. શેત્રુંજીના પટ્ટમાં સાવજોનો વસવાટ છે. ઇકો ઝોનનો અમલ વનતંત્રએ કરાવવાનો છે પરંતુ અકળ કારણે વનતંત્ર મૌન ધારણ કરીને બેઠુ છે. કલેક્ટર ઓફીસમાંથી તો નિચેના તંત્રને તો કોઇ સુચના જ નથી મળતી. રાજકીય નેતાઓ તો આ કૌભાંડના મુખ્ય સુત્રધાર છે. ત્યારે હવે માત્ર અદાલત જ પોતાના ચુકાદાનો અમલ કરાવવા આગળ આવે તો આ ચોરી અટકે તેમ છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020002-1602801-NOR.html

No comments: