Thursday, May 31, 2018

અમરેલી પંથકમા કેરી પકાવતા ખેડૂતો ઓણસાલ મુંઝવણમા મુકાયા છે.

DivyaBhaskar News Network | Last Modified - May 01, 2018, 03:50 AM IST
અમરેલી પંથકમા કેરી પકાવતા ખેડૂતો ઓણસાલ મુંઝવણમા મુકાયા છે. ઋતુ પરિવર્તનને પગલે ઓણસાલ કેરીનો ઉતારો 40 ટકા ઓછો આવે...
અમરેલી પંથકમા કેરી પકાવતા ખેડૂતો ઓણસાલ મુંઝવણમા મુકાયા છે. ઋતુ પરિવર્તનને પગલે ઓણસાલ કેરીનો ઉતારો 40 ટકા ઓછો આવે તેમ હોય કેરીના ભાવ પણ વધુ રહેવાની શકયતા જોવાઇ રહી છે. ઉનાળાનો આરંભ થયા બાદ કેરીના પાકને માફક આવે તેવી ઋતુ ન રહેતા ઉતારો ઓછો આવશે તેવી વ્યથા ખેડૂતો ઠાલવી રહ્યાં છે. એકાદ પખવાડીયામા કેરી બજારમા આવશે. અમરેલી જિલ્લામા બે-બે વખત માવઠા પણ થયા હતા.

અમરેલી જિલ્લામા ખાસ કરીને ધારી, સાવરકુંડલા પંથકમા મોટા પ્રમાણમા આંબાવડીયાઓ આવેલા છે. અહીના ખેડૂતો કેસર સહિતની કેરીની જાતો પકવતા હોય છે. જો કે ઓણસાલ ઋતુચક્ર કેરીના પાકને અનુકુળ ન રહેતા કેરીનો પાક 40 ટકા ઓછો આવવાની શકયતા ખેડૂતો જણાવી રહ્યાં છે. શિયાળો પુર્ણ થયા બાદ અને ઉનાળાના આરંભ બાદ કેરીના પાકને જે ગરમી મળવી જોઇએ તે પ્રકારનુ વાતાવરણ ન રહેતા આ સ્થિતિ સર્જાઇ છે.

આંબાવડીયામા ફાલ તો પુષ્કળ આવ્યો પરંતુ બાદમા વાતાવરણ અનુકુળ ન રહેતા વહેલી સવારે અને સાંજે પવન ઠંડો ફુંકાતા અને બે-બે વખત માવઠા પણ થતા કેરીના પાકને નુકશાની થઇ છે. ધારી તાલુકાના ધારગણી, દિતલા, ગઢીયા વિરપુર, દુધાળા, જીરા, ગોવિંદપુર, દલખાણીયા, ભડ સહિતના ગામોમા ખેડૂતો કેરી પકવે છે.

આ ઉપરાંત ખંભાળીયા, નેસડી, જેસર, ઝીંઝુંડા સહિતના વિસ્તારોમા પણ મોટા પ્રમાણમા આંબાવાડીઓ આવેલી છે. થોડા દિવસ પહેલા પણ જિલ્લામા અચાનક વાતાવરણમા પલટો આવ્યો હતો અને અનેક વિસ્તારોમા કરા સાથે કમોસમી વરસાદ પડી ગયો હતો જેને પગલે કેરીના પાકને અસર પહોંચી હતી. હાલ તો કેરીનો ઉતારો ઓછો રહેતા બજારમા પણ કેરીનો ભાવ આસમાને રહેવાની શકયતા જોવાઇ રહી છે
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-035003-1595777-NOR.html

No comments: