Bhaskar News, Junagadh | Last Modified - Jun 30, 2018, 10:26 AM IST
જૂનાગઢ: ગિરનારનો
વિકાસએ જૂનાગઢનો આર્થિક વિકાસ છે. સરકારે ગિરનાર યાત્રાધામ વિકાસ સત્તા
મંડળની રચના કરી છે. ગિરનારનાં વિકાસને લઇ શુક્રવારે મંડળની પ્રથમ
બેઠક
જૂનાગઢમાં મળી હતી. બેઠક પહેલા ગિરનારનાં વિકાસમાં શું કરી શકાય તેને લઇ
દિવ્ય ભાસ્કરે અહેવાલ પ્રસિધ્ધ કર્યા હતાં. આ બેઠકમાં દિવ્ય ભાસ્કરનાં લોક
વિચારનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બેઠકમાં મંત્રી વિભાવરીબેન દવે હાજર
રહ્યાં હતાં અને ગિરનારનાં વિકાસની ચર્ચા અને સુચનો માંગ્યાં હતાં.
ગિરનારનો વિકાસનું પ્રથમ પગથિયું 110 વર્ષ જુની ગિરનારની સીડીનાં
નવીનીકરણથી શરૂ થશે. ગિરનારનાં પગથિયાની કામગીરીની પ્રક્રિયા બે માસમાં શરૂ
કરવામાં આવશે.
ભવનાથ મંદિરને મીની સોમનાથ બનાવાશે
આ ઉપરાંત ગિરનાર પર્વતનાં દર 500 પગથિયા ઉપર પીવાનાં પાણી અને શૌચાલયની
વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. વિકાસનાં પ્રોજેકટ સર્વેની પ્રાથમિક કાર્યવાહી
શરૂ કરી દેવામાં આવી છે. તેમજ પ્રાથમિક તબક્કે પાંચ કરોડનું ફંડ ઉપલબ્ધ કરી
અલગ-અલગ યોજનામાં ગિરનારનાં વિકાસ માટે પુરતા નાણાં ફાળવવામાં આવશે. તેમજ
મંડળનાં સભ્યો ભારતીબાપુ, શેરનાથબાપુ, મહેન્દ્રભાઇ મશરૂ, પ્રદિપભાઇ ખીમાણી,
શૈલેષ દવેએ વિવિધ સુચનો રજુ કર્યા હતાં. આ બેઠકમાં કલેટકર ડો. સૌરભ પારધી,
ડીસીએફ ડો.સુનિલ બેરવાલ, એસપી નિલેશ જાજડીયા સહિતનાં હાજર રહ્યાં હતાં.
રોપ-વેનું પ્રેઝન્ટેશન થયું, હેલિકોપ્ટરથી પીલર બેસાડાશે
ગિરનાર રોપ-વેની કાગમીરી હાલ ચાલી રહી છે,જોકે હજુ માલ વાહક રોપ-વેની
કામગીરી શરૂ થઇ છે. બાદ રોપ-વે બનશે. ચાલુ વર્ષોમાં રોપ-વે બને તેવી કોઇ
શકયતા દેખાતી નથી. મંત્રીએ આ કામગીરી વહેલી તકે પુરી કરવા અને વધુમાં વધુ
માર્ચ મહિનામાં પુરી કરવા તાકીદ કરી છે. આ ગિરનાર રોપ-વેનું પ્રેઝન્ટેશન
કરવામાં આવ્યું હતું. ગિરનાર રોપ-વે પાછળ 110 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે
અને 60 કરોડ રૂપિયાનો ખર્ચ થઇ ગયો છે. આ રોપ-વે એશિયાનો મોટો રોપ-વે છે.
ગિરનાર રોપ-વેને લઇ હેલિકોપ્ટરની મંજુરી માંગવામાં આવી છે. હેિલકોપ્ટરની
મદદથી રોપ-વેનાં પીલોર બેસાડવામાં આવશે. ગિરનાર રોપ-વેની લંબાઇ 2.4 કિમીની
છે અને 1 કલાકમાં 1000 યાત્રાળુઓને અંબાજી સુધી પહોંચાડશે. રોપ-વેનાં સાધનો
હાલ યુરોપમાં બની રહ્યા છે. 2 જુલાઇએ પહેલુ કન્સાઇમેન્ટ આવી જશે.
રોપ-વેની કામગીરી સાથે અંબાજીનો પણ જીર્ણોદ્ધાર કરો
ગિરનાર રોપ-વેની કામગીરી ચાલી રહી છે. ત્યાં માલ વાહક રોપ-વે બનાવવામાં
આવશે. માલ વાહક રોપ-વે ની કામગીરી દરમિયાન અંબાજી મંદિરનો જીણોધ્ધાર
કરવામાં આવે તો સરળતા રહે.
પાંચ ધર્મશાળાનું નવિનીકરણ થશે
ગિરનાર પર અંબાજી,માળી પરબ, ગૌરક્ષધર્મ સ્થાન સહિત અન્ય પાંચ સ્થળોએ
યાત્રીકો રહી શકે તે માટે ધર્મશાળાનું નવીનીકરણ કરવામાં આવશે. આ માટે
જગ્યાનાં સંતો અને ટ્રસ્ટો સાથે પરામર્શ કરવામાં આવશે.
સીસીટીવી કેમેરા અને સોલાર પેનલ મુકાશે: ગિરનારનાં પગથિયા પર સીસીટીવી કેમેરા મુકવામાં આવશે. તેમજ સોલાર પેનલથી વીજળીની કાયમી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
ગિરનારનાં પ્રચારમાં મોરારીબાપુ,રમેશભાઇ ઓઝાને આમંત્રિત કરાશે
ગિરનારની વૈશ્વિક ઇમેજ માટે એક ટેગ લાઇન તૈયાર કરવામાં આવશે. એક બ્રાન્ડ લોગો, પ્રચાર માટે કેમ્પેઇન શરૂ કરાશે.
ગિરનાર પર 5 પોલીસ રાવટી ઉભી કરાશે: ગિરનાર પર યાત્રાળુની સલામતી અને સુરક્ષા માટે પાંચ પોલીસ રાવટી ઉભી કરવામાં આવશે. દર રવિવારે પગથિયા પર પોલીસ મુકવામાં આવશે.
-
ગિરનારનાં પગથિયા બાંધવા માટે લોટરીની ટિકિટ બહાર પાડી હતી. 1889માં ઠરાવ થયો હતો
ગિરનારનાં પગથિયા બાંધવાનો નિર્ણય નવાબ બહાદુરખાનજી ત્રીજાનાં સમયમાં
લેવાયો હતો. જૂનાગઢની પ્રજાએ ગિરનાર લોટરી ફંડ નામે એક કાયમી ફંડ એકઠું
કરવાનો નિર્ણય કર્યો હતો. 7ઓગષ્ટ 1889માં ઠરાવ મંજુર કરવામાં આવ્યો હતો. આ
કામ માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી. લોટરીની ટીકીટ એક રૂપિયો
રાખવામાં આવી હતી. ગિરનાર લોટરીનો પ્રથમ ડ્રો 15 મે 1892માં થયો હતો.
લોટરીની 1,28,663 ટિકિટો વેંચાઇ હતી,તેમાંથી 48,248 રૂપિયાનાં વહેચવાનું
ઠરાવાયું હતું. બાદ ડ્રો ચાર ભાગ સુધી કરવામાં આવ્યો હતો. કુલ 2,74,393
ટિકિટો વેચાઇ હતી, અને તેમાંથી 1,02,895 રૂપિયાનાં ઇનામો વહેંચવામાં આવ્યા
હતાં. આ લોટરીની ઉપજેલ રકમમાંથી રૂપિયા દોઢ લાખનાં ખર્ચે પગથિયા બાંધવાનું
શરૂ થયું હતું. ઇ.સ. 1908માં આ કામ પૂર્ણ થયું હતું. (માહિતી - નરસૈયાની નગરી જૂનાગઢ,પુસ્તક)

શરૂ થયું હતું. ઇ.સ. 1908માં આ કામ પૂર્ણ થયું હતું.
(માહિતી - નરસૈયાની નગરી જૂનાગઢ,પુસ્તક)
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-the-process-of-renovation-of-110-year-old-girnar-step-will-start-in-two-months-gujarati-news-5906324-PHO.html?seq=3
No comments:
Post a Comment