Saturday, June 30, 2018

પરિક્રમાની મંજૂરી મળી : સંસ્થા, રેગ્યુલર સિવાયની પરિક્રમા કયારેય કરવા નહી દઇએ : એસીએફ

DivyaBhaskar News Network | Last Modified - Jun 21, 2018, 02:50 AM IST
ગરવા ગિરનાર ફરતે જંગલમાં થઇને દર મહિને કરવાની પરિક્રમાને લઇને ફરી વન વિભાગ અને જ્ઞાતિ સમાજો ટ્રસ્ટોનું ઉતારા મંડળ આમને સામને થઇ ગયું છે. સમાજ - ટ્રસ્ટ દ્વારા પરિક્રમાની મંજુરી મળી ગઇ હોવાનું કહેવાય છે.

બીજી તરફ વન વિભાગે આ વાતને ફગાવી દીધી છે એટલું જ નહિ ભવિષ્યમાં પણ રેગ્યુલર સિવાયની પરિક્રમા માટે મંજૂરી મળનાર ન હોવાનું જણાવ્યું છે. જ્ઞાતિ સમાજો - ટ્રસ્ટોનું ઉતારા મંડળ દ્વારા દર મહિનાની અગિયારસે ગરવા ગિરનાર ફરતેની પરિક્રમા કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. જોકે પ્રથમ પરિક્રમા બાદ વન વિભાગે મંજૂરી આપી નથી. આ મામલે સંસ્થાના પ્રમુખ ભાવેશભાઇ વેકરીયા લડત ચલાવી રહ્યા છે.

દરમિયાન આગામી 23 જૂન શનિવારે 5 મી પરિક્રમા કરવાની થતી હોય તેની મંજૂરી મળી ગઇ હોવાનું ભાવેશભાઇ વેકરીયાએ જણાવ્યું હતું. જો કે આ મામલે એસીએફ બી. કે.ખટાણાએ જણાવ્યું હતું કે ગાંધીનગરથી એક પત્ર મળ્યો છે પરંતુ તે મંજૂરીનો પત્ર નથી. અમે આ મામલે પત્ર લખી સ્પષ્ટ ના પાડી દઇશું. જે રેગ્યુલર થાય છે તે સિવાયની કોઇ પણ પરિક્રમાને મંજુરી આપવાના જ નથી અને પરિક્રમા થવા નહી દઇએ. આમ ફરી પરિક્રમાને લઇને વન વિભાગ અને પરિક્રમાર્થીઓ આમને સામને થવાના છે.ત્યારે હવે જોઇએ શનિવારે શું થાય છે ω
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-025002-2010175-NOR.html

No comments: