Saturday, June 30, 2018

15 દિ'ના બે બચ્ચાંને તરછોડી દીપડી નાસી ગઇ, વનતંત્ર દ્વારા માતાની શોધખોળ

DivyaBhaskar.com | Last Modified - Jun 30, 2018, 12:21 PM IST
વિસાવદર: વિસાવદરનાં કાનાવડલાની સીમમાં 15 દિવસનાં બે બચ્ચાંને તરછોડી દીપડી નાસી જતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. વિસાવદરનાં કાનાવડલામાં રહેતા ભવાનભાઇ નાનજીભાઇ વાલાની સીમમાં આવેલા પોતાનાં ખેતરમાં કામ કરી રહયાં હતાં ત્યારે ઓપનરની નીચે દીપડીનાં બે બચ્ચાં નજરે પડતાં ચોંકી ગયાં હતાં. પરોઢીયે 5 વાગ્યાની આસપાસ તેમને દીપડી પણ નજરે પડી હતી. સવાર સુધીમાં દીપડી બચ્ચાં પાસે ફરી ન આવતાં વનતંત્રને જાણ કરતાં સ્ટાફે સ્થળ પર દોડી જઇ દીપડીની શોધખોળ હાથ ધરી છે.
વનતંત્રને આશા છે કે રાત્રીનાં દીપડી અહીંયા આવી બંને બચ્ચાંને લઇ જશે. પરંતુ જો દીપડી ન આવે તો સ્ટાફે દુધ, પાણી અને દવાની વ્યવસ્થા કરી બચ્ચાંને બે-ચાર દિવસ ખેતરમાં જ રાખવા પડે તેમ છે.

બંને બચ્ચાંને સાસણ હોસ્પિટલે મોકલી અપાશે

દીપડી નહીં આવે તો તેનાં બચ્ચાંને સાસણ એનિમલ કેર હોસ્પિટલમાં મોકલી મોટા કરવા પડશે. જોકે વનતંત્રનાં સ્ટાફ દ્વારા માતા સાથે બચ્ચાંનું મિલન થઇ જાય એ માટે દીપડીનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરવામાં આવી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-15-of-the-two-young-ones-fled-to-leppd-explore-mother-through-forestry-in-visavadar-gujarati-news-5906534-PHO.html

No comments: