Saturday, June 30, 2018

ગિરનાર વિકાસનો 66 કરોડનો માસ્ટર પ્લાન પૂર્ણ કરવા માંગ

DivyaBhaskar News Network | Last Modified - Jun 17, 2018, 04:50 AM IST
રાજ્ય સરકારે ગિરનાર વિકાસ સત્તા મંડળની રચના કરી છે. મંડળની શુક્રવારે બેઠક મળવાની હતી. પરંતુ બેઠક રદ થઇ છે. હવે આગામી 22 જુનનાં મળવાની સંભાવનાં છે. ગિરનાર વિકાસ સત્તા મંડળની બેઠકમાં મહત્વનાં નિર્ણય કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ અંગે પવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડનાં પૂર્વ ડાયરેકટર યોગેન્દ્રસિંહ પઢિયારે રજુઆત કરી જણાવ્યું હતું કે,ગિરનાર ક્ષેત્રનાં વિકાસ માટે બોર્ડમાં રજુઆત કરાઇ હતી. બાદ વર્ષ 2016માં ગિરનાર વિકાસ અંગનો માસ્ટર પ્લાન બનાવવા માટે આર્કિટેકની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં ગિરનાર પર્વત, પરિક્રમા રૂટ, ગિરનાર પર પીવાનું પાણી, ટોયલેટ, યાત્રી નિવાસ, વિસામા સ્થળો, જટાશંકર ધર્મશાળાનું નવિનીકરણ, અંબાજી માતા મંદિર પાસે યાત્રીકોને બેસવા વ્યવસ્થા, સીડી પર લાઇટીંગની સુવિધા, ઉપરકોટનાં કિલ્લાનું પ્લાનીંગ, ગિરનાર દરવાજા થી ભવનાથ તળેટી સુધીનાં માર્ગનું પ્લાનીંગનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને રૂપિયા 66 કરોડનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો હતો. પરંતુ બોર્ડની મુદત પુરી થતા કામગીરી અટકી ગઇ છે. આગામી બોર્ડની બેઠકમાં ગિરનાર વિકાસનાં માસ્ટર પ્લાનનો સમાવેશ કરવામાં આવે તેવી માંગ છે. યોગ્ય સુધારા કરી પ્લાન મંજૂર કરવા માંગ કરી છે. 

No comments: