Saturday, June 30, 2018

ચિખલકુબામા નવો ટુરીઝમ ઝોન બનશે

DivyaBhaskar News Network | Last Modified - Jun 20, 2018, 02:05 AM IST
ચિખલકુબામા નવો ટુરીઝમ ઝોન બનશે ગીર પુર્વના અમરેલી વિસ્તાર હેઠળ આવતા ચિખલકુબા વિસ્તારમા નવો ટુરીઝમ ઝોન...
ચિખલકુબામા નવો ટુરીઝમ ઝોન બનશે

ગીર પુર્વના અમરેલી વિસ્તાર હેઠળ આવતા ચિખલકુબા વિસ્તારમા નવો ટુરીઝમ ઝોન વિકસાવવામા આવશે. સાસણની જેમ અહી વધુને વધુ પ્રવાસીઓ ખેંચવા પ્રયાસ થશે. આવી જ રીતે ગીરનાર પર્વત અભ્યારણ્યમા પણ સિંહ દર્શન શરૂ કરાશે.

આંબરડીમાં વધુ સગવડતાઓ ઉભી કરાશે

સરકાર દ્વારા આંબરડી પાર્ક તથા સાસણ પાર્કમા માળખાગત સુવિધાઓ અને પ્રવાસીઓ માટે વધુ સગવડ ઉભી કરવા 30 કરોડનો ખર્ચ કરાશે. પ્રવાસન વિભાગ દ્વારા આ માટેના કામો ઝડપથી પુર્ણ કરાશે.

કન્ઝર્વેશન રિઝર્વ જાહેર કરાશે

અમરેલી તથા ભાવનગર જિલ્લામા 109 ચો.કિમી વિસ્તારમા સાવજોની રક્ષા મહત્વની છે. સિંહોના રહેઠાણ અને અવરજવરવાળા જંગલ તથા સરકારી પડતર વિસ્તારને કન્ઝર્વેશન રિઝર્વ તરીકે જાહેર કરવામા આવશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020502-2001483-NOR.html

No comments: