Saturday, June 30, 2018

પ્રકૃતિની ગોદમાં વસેલા દંડકારણ્યવન ડાંગના પ્રવેશદ્વાર વઘઇથી માત્ર પાંચ જ

DivyaBhaskar News Network | Last Modified - Jun 27, 2018, 03:00 AM IST
પ્રકૃતિની ગોદમાં વસેલા દંડકારણ્યવન ડાંગના પ્રવેશદ્વાર વઘઇથી માત્ર પાંચ જ કિમીના અંતરે આવેલા સુપ્રસિધ્ધ ગીરા ધોધ વર્ષાઋતુના આગમન સાથે જ આકર્ષક રૂપ ધારણ કરી વધુ મનભાવન બની ગયો છે. ચોમાસામાં અહીંનો નજારો જોવાલાયક હોય છે. ચોમાસાની શરૂઆતથી જ આ વિસ્તાર અત્યંત હરિયાળો બની ગયો છે. છેલ્લા બે દિવસથી વરસતા અનરાધાર વરસાદના લીધે પૂર્ણા નદી પણ બે કાંઠે વહેતી થઇ ગઇ હતી. ડાંગ જિલ્લામાં પહેલા જ રાઉન્ડમાં વરસાદે તોફાની ઇનિંગ શરૂ કરતા લોકમાતાઓ રાૈદ્ર સ્વરૂપ ધારણ કરી વહેવા લાગી છે. જેમાં અંબિકા ખાપરીનો પણ સમાવેશ થાય છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-div-news-030003-2061130-NOR.html

No comments: