Saturday, June 30, 2018

રાજ્યમાં પશુપાલન એક સ્વતંત્ર વ્યવસાય તરીકે વિકસી રહ્યો છે.

DivyaBhaskar News Network | Last Modified - Jun 01, 2018, 02:00 AM IST
રાજ્યમાં પશુપાલન એક સ્વતંત્ર વ્યવસાય તરીકે વિકસી રહ્યો છે. અને રાજ્ય સરકાર દ્વારા પશુપાલન વ્યવસાયના વિકાસમાં વધુ ગતિ લાવવા ઘનિષ્ઠ પ્રયાસ કરી રહી છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં સરળતાથી રોજગારી ઊભી થઈ શકે તે માટે રાજ્યના પશુપાલન ખાતા દ્વારા દુધાળા પશુઓના ફાર્મની સ્થાપના માટે મહત્વકાંક્ષી યોજના અમલમાં મુકવામાં આવી છે. જેનો લાભ લેવા ખેડૂત પોર્ટલ પર તા.5 જુલાઈ સુધી ઓનલાઇન અરજી કરી શકશે.

આ તમામ ઘટકોના પેકેજની સહાય દ્વારા રોજગારી ઊભી કરવાનો નવતર પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. જેના માટે રાજ્યસરકારે બજેટમાં સમગ્ર રાજ્ય માટે કુલ રૂ. 140 કરોડની જોગવાઇ કરી છે. આ યોજના અંતર્ગત 12 દુધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના કરવા માટે પશુઓની ખરીદી પરની લોન પર પાંચ વર્ષ સુધી 7.5 ટકા વ્યાજ સહિત તબેલાના બાંધકામ ખર્ચના 50 ટકા અથવા મહત્તમ રૂ. 1.50 લાખ સુધીની સહાય જ્યારે મિલ્કીંગ મશીન પર મહત્તમ રૂ.33,750 વિગેરે સહાય આપવામાં આવે છે.

લાભાર્થીએ બેન્કમાંથી પશુ ખરીદી માટે ધિરાણ મેળવ્યા બાદ આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. 12 દુધાળા પશુઓના ફાર્મની સ્થાપના માટેની નવી યોજના માટે આઇ ખેડુત પર ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા. 5 જુલાઈ સુધી રહેશે. અમરેલી જિલ્લાના પશુપાલકોની આ યોજનાનો લાભ લેવા નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત અમરેલી યાદીમાં જણાવાયું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020002-1845448-NOR.html

No comments: