Saturday, June 30, 2018

બે કરોડથી વધુનું કરી નાંખનાર વન કર્મચારીનાં જામીન ફગાવાયા

DivyaBhaskar News Network | Last Modified - Jun 15, 2018, 02:35 AM IST
જૂનાગઢનાં સરદારબાગમાં આવેલી વનવિભાગની કચેરીમાં એકાઉન્ટ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા શખ્સે ડુપ્લીકેટ પગાર બીલો બનાવી તીજોરીમાંથી રૂપિયા ઉપાડી લીધા હતા. આ અંગે તેની સામે ગત વર્ષે એ ડિવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ હતી. જૂનાગઢનાં સરદાર બાગમાં આવેલી ડીસીએફ કચેરીમાં ફરજ બજાવતા પરસોત્તમભાઇ છગનભાઇ પરમાર (ઉ. 57) નામનાં શખ્સ સામે સી ડિવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ હતી. જેમાં તેણે વર્ષ 2008 થી લઇને 2017 દરમ્યાન ખોટા અને ડુપ્લીકેટ પગાર બીલો બનાવી ઉચ્ચ અધિકારીઓની તેના પર સહી લઇને તીજોરીમાંથી રૂપિયા ઉપાડી લીધા હતા. આ રીતે તેણે રૂ. 2,01,61,910 રૂપિયાની ઉચાપત કરી હતી. અને જુદા જુદા બેન્ક ખાતામાં એ રકમ જમા કરાવી ઉપાડી પણ લીધાનો આરોપ મૂકાયો હતો. પોલીસે તેને ઝડપી લઇ જ્યુડિશીયલ કસ્ટડીમાં જેલ હવાલે કર્યો હતો. તેણે જામીન માટેની અરજીક કરી હતી. જેને પ્રિન્સિપલ સેશન્સ જજ નરેન્દ્ર બી. પીઠવાએ ફગાવી દીધી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-023502-1962975-NOR.html

No comments: