Saturday, June 30, 2018

હાલમાં મર્યાદિત સાવજોને લગાવાયા છે રેડીયો કોલર

DivyaBhaskar News Network | Last Modified - Jun 20, 2018, 02:05 AM IST
હાલમાં મર્યાદિત સાવજોને લગાવાયા છે રેડીયો કોલર અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા ક્રાંકચ પંથકમા વસતી એક...
હાલમાં મર્યાદિત સાવજોને લગાવાયા છે રેડીયો કોલર

અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા ક્રાંકચ પંથકમા વસતી એક સિંહણે વર્ષોથી રેડીયો કોલર લગાવાયો છે જે હાલમા બંધ હાલતમા છે છતા તેના ગળામા લટકે છે. અત્યારે ગણ્યાં ગાંઠયા સાવજોને જ રેડીયો કોલર લાગેલા છે.

સાવજો સાથે દુર્ઘટના અંગે જાણકારી મળશે

જો રેડીયો કોલર કોઇ સાવજને એક જ સ્થળે લાંબો સમય સુધી દર્શાવે તો તે ગંભીર સ્થિતિ દર્શાવે છે. સાવજ સાથે કોઇ પણ પ્રકારની ઘટના બની હોય શકે છે અથવા બિમાર હોય શકે છે. જેનાથી તંત્રને રેડીયો કોલર મારફત ઝડપથી જાણકારી મળી શકે છે. સાવજોના કમોત બાદ એક સ્થળેથી બીજા સ્થળે નાખી જવાની ઘટનાઓ પણ તાજેતરમા બની હતી. આવા કિસ્સામા પણ ઉપયોગી જાણકારી મળી શકે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020502-2001481-NOR.html

No comments: