Saturday, June 30, 2018

જૂનાગઢના ભવનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરી મીની સોમનાથ બનાવી શકાય

 પાણીની સમસ્યા દુર કરવા ગિરનારનાં ધાર્મિક સ્થળમાં પાણી સંગ્રહની વ્યવસ્થા કરી શકાય


જૂનાગઢ: ગિરનારનો વિકાસ એ જૂનાગઢનો આર્થિક વિકાસ છે. ગિરનારનાં વિકાસ માટે ગિરનાર યાત્રાધામ વિકાસ સત્તા મંડળની રચના કરવામાં આવી છે. ગિરનાર પર્વતની સાથે ભવનાથ અને શહેરમાં આવેલા અન્ય પ્રવાસન ધામનો પણ વિકાસ જરૂરી છે. ભવનાથમાં વર્ષે બે મોટા મેળા થાય છે. શિવરાત્રીનાં મેળાને સરકારે લઘુકુંભ મેળાનો દરજ્જો આપ્યો છે. પરિક્રમા દરમિયાન પણ જુદી-જુદી સગવડતા ઉભી કરવાની જરૂર છે. પ્રથમ તો ભવનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરી મીની સોમનાથ બનાવી શકાય તેમ છે.
પરિક્રમા અને શિવરાત્રીનાં મેળામાં ઉતારા અને લાઇટ, પાણીની વ્યવસ્થા ઉભી કરવી જોઇએ. પરિક્રમાનાં રૂટમાં સીસીટીવી કેમેરા મુકવા જોઇએ. રસ્તા માટેનાં દિશા સૂચક બોર્ડ બનાવવા જોઇએ. ગિરનારની સીડી પર દર 1000 પગથિયે પ્રસાદની વ્યવસ્થા કરવી જોઇએ. ગિરનાર પર હાલ પાણીની સમસ્યા છે ત્યારે ગિરનાર પર વિવિધ ધર્મ સ્થળોને વરસાદનું પાણી સંગ્રહ કરવા માટે વિશેષ ગ્રાન્ટ ફાળવવી જોઇએ.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-mini-somnath-can-be-renovated-by-renovating-the-bhavnath-temple-of-junagadh-gujarati-news-5905813-PHO.html

No comments: