Saturday, June 30, 2018

2015મા સાવજોની વસતી 523 જેટલી હતી. પરંતુ હાલમા વધીને

DivyaBhaskar News Network | Last Modified - Jun 20, 2018, 02:05 AM IST
2015મા સાવજોની વસતી 523 જેટલી હતી. પરંતુ હાલમા વધીને 600 જેટલી થઇ ગઇ છે. સાવજોના અકુદરતી મોતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે...
2015મા સાવજોની વસતી 523 જેટલી હતી. પરંતુ હાલમા વધીને 600 જેટલી થઇ ગઇ છે. સાવજોના અકુદરતી મોતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે સરકાર દ્વારા હવે ગીર જંગલ તથા આસપાસમા વસતા તમામ સાવજોને રેડીયો કોલર પહેરાવવા પર વિચારણા કરવામા આવી રહી છે. આ માટે બે કરોડની વધુનો ખર્ચ થશે પરંતુ તેનાથી એક એક સાવજની મુવમેન્ટ પર તંત્રની નજર રહેશે.

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમા યોજાયેલી રીવ્યુ બેઠકમા સાવજોની રક્ષા, ગીર તથા આસપાસમા ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓ પર અંકુશ તથા આ વિસ્તારમા પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે અનેક નિર્ણયો લેવાયા હતા. તથા સાવજોની રક્ષા માટે અમુક નિર્ણયો અંગે ગંભીરતાથી વિચારણા કરવામા આવી હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર ગીર અભ્યારણ્ય તથા આસપાસના વિસ્તારમા વસતા તમામ સાવજોને રેડીયો કોલર લગાવવા અંગે પણ વિચારણા કરવામા આવી હતી.

2015મા વસતી ગણતરી વખતે અહી 500થી વધુ સાવજો નોંધાયા હતા. પરંતુ હાલમા આ સાવજોની વસતી 600 પર પહોંચી ગઇ છે. ત્યારે તમામ સાવજોને 600 રેડીયો કોલર લગાવાય તો બે કરોડથી વધુનો ખર્ચ આવવાની શકયતા છે. જો કે તેનાથી દરેક સાવજોની મુવમેન્ટ અંગે તંત્રને સચોટ જાણકારી મળતી રહેશે. જો કે આવા કોઇ નિર્ણયને અમલમા મુકતા પહેલા તંત્રને અનેક મુદાઓ વિચારણામા લેવા પડશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020502-2001482-NOR.html

No comments: