Tuesday, July 31, 2018

29 જુલાઇનાં ધારીમાં 69માં વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે

Divyabhaskar.com | Updated - Jul 26, 2018, 02:00 AM

વન વિભાગનાં સહયોગથી રોપાઓનું વાવેતર અને વિતરણ કરાશે

અમરેલી જિલ્લા વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લા પ્રભારીમંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને 69મો વન મહોત્સવ ધારી ખાતે ઉજવવામાં આવશે. ધારી સ્થિત ગૌચર સુધારણા એગ્રીકલચર યુનિવર્સિટી ધારી-બગસરા રોડ ખાતે 29જુલાઈના રોજ સવારે 9 વાગ્યે યોજવામાં આવનાર આ કાર્યક્રમમાં વનપ્રવૃત્તિને સઘન બનાવવાના ઉદેશ્ય સાથે રોપાઓનું વાવેતર અને વિતરણ કરવામાં આવશે.

વાતાવરણમાં આવેલા પરિવર્તનને પગલે પર્યાવરણ સંબંધિત પ્રવૃત્તિમાં સઘન વનીકરણ અતિ ઉપયોગી નીવડે છે. વન મહોત્સવની ઉજવણી દરમિયાન શહેરી વિસ્તારમાં મફત રોપા વિતરણ, વૃક્ષરથ તેમજ રોપા વિતરણ સ્ટોલ ઉભા કરવામાં આવશે. જ્યાંથી ઇચ્છુક લોકોને રોપા મળી શકશે.

જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. અને ચોમાસામાં વૃક્ષારોપણ માટે અનુકૂળ વાતાવરણ પણ સર્જાયું છે. વન વિભાગના સહયોગથી રોપા વિતરણ કરવામાં આવશે. ત્યારે વૃક્ષ વાવેતર-ઉછેરમાં સહભાગી બનવા નાયબ વન સંરક્ષક-સામાજિક વનીકરણ વિભાગ અમરેલીએ જણાવ્યું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020012-2292022-NOR.html

No comments: