Tuesday, July 31, 2018

રાજુલાના ખેરા ગામે વિદેશી પક્ષીનો શિકાર, 5 શખ્સોને 1.20 લાખનો દંડ

Divyabhaskar.com | Updated - Jul 24, 2018, 05:44 PM

પાંચેય શખ્સોએ 13 જેટલા વિદેશી પક્ષીનો કર્યો હતો શિકાર

Foreign bird hunting by 5 person in khera area of rajula and 1 lac 20 thousand rupee fine
રાજુલા: રાજુલાના ખેરા વિક્ટર સહિત દરિયા કાંઠે વિદેશી પક્ષીનો દબદબો છે. અહીં ફ્લેમિંગો સહિત અનેક વિદેશી પક્ષીઓ રહે છે. ત્યારે ખેરા ગામ નજીક વિદેશી પક્ષીનો શિકાર કર્યાની બાતમી રાજુલા વનવિભાગના આર.એફ.ઓ. રાજલ પાઠક અને સ્ટાફને મળતા તાત્કાલિક સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 5 શખ્સોને 1.20 લાખનો દંડ ફટકાર્યો હતો.
એક ઓરીપને 20 હજારના દંડ પેટે તમામને 1 લાખ 20 હજારનો દંડ ફટકાર્યો હતો. જેમાં આરોપીઓમાં જીવરાજભાઈ જેઠુરભાઈ શિયાળ, ડાયાભાઈ રૂડાભાઈ ગુજરીયા, ધનસુખભાઈ છગનભાઈ શિયાળ, જીવનભાઈ નથુભાઈ ગુજરીયા અને રમેશભાઈ ભગવાનભાઈ શિયાળનો સમાવેશ થાય છે. આ તમામ સ્થાનિક છે અને 13 જેટલા વિદેશી પક્ષીનો શિકાર કર્યો હતો. તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરતા શિકારી પ્રવૃતિમાં રોક લાગે તેવી શક્યતા છે. પ્રથમ વખત રાજુલા આર.એફ.ઓ.રાજલ પાઠક આ પ્રકારની આ વિસ્તારમાં કાર્યવાહી કરી રહ્યા છે જેને લઇને દરિયા કાંઠે ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

માહિતી અને તસવીરો: જયદેવ વરૂ, અમરેલી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-foreign-bird-hunting-by-5-person-in-khera-area-of-rajula-and-1-lac-20-thousand-rupee-fine-gujarati-news-5923575-NOR.html

No comments: