Divyabhaskar.com | Updated - Jul 20, 2018, 01:21 AM
ખાંભા ગીરકાંઠાના જામકા ગામે પણ મેઘમહેરથી હાલ વનરાઇઓ ખીલી ઉઠી છે.
ખાંભા: સમગ્ર જિલ્લામા મેઘરાજાએ સારી એવી મહેર કરી છે.
ત્યારે ખાંભા ગીરકાંઠાના જામકા ગામે પણ મેઘમહેરથી હાલ વનરાઇઓ ખીલી ઉઠી
છે. જંગલ વિસ્તારમા પણ સારો એવો વરસાદ પડી ગયો છે. ત્યારે ખીલી ઉઠેલી
વનરાઇઓમા સાવજો લટાર મારી રહ્યાં છે. તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડ
નીચે આવતી આંબલિયાળા વિડીના જામકાના રેવન્યુ વિસ્તારમાં હાલમાં પડેલા
વરસાદના કારણે વનરાજી સોળે કળાએ ખીલી ઉઠી છે. ત્યારે અને જાણે ધરતીએ લીલી
ચુંદડી ઓઢી હોય તેવો અહેસાસ પ્રકૃતિ કરાવી રહી છે. ત્યારે દરેક જીવ માતર
હાલ આ સોળે કળાએ ખીલી ઉઠેલી વનરાજીની મોજ લઈ રહ્યું છે. ત્યારે જંગલનો રાજા
ગણાતા સિંહો પણ કેમ પાછી પાની કરે ?અહી જામકા વિસ્તારમા ખીલી ઉઠેલ
વનરાજીમા બે ડાલામથ્થા સાવજો લટાર મારતા કેમેરામા કંડારાઇ ગયા હતા. અત્રે
ઉલ્લેખનીય છે કે ગીર પંથકમા પડેલા સારા વરસાદને પગલે ગીરકાંઠાના ગ્રામ્ય
વિસ્તારોમા પ્રાકૃતિક સૌદર્ય ખીલી ઉઠયું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-the-lions-stroke-is-in-the-nature-of-the-nail-in-the-village-of-khambh-gujarati-news-5920426-NOR.html
No comments:
Post a Comment