Divyabhaskar.com | Updated - Jul 09, 2018, 12:40 AM
સિંહણ પણ જાણે આ યુવાનને રસ્તો આપવાના મુડમા ન હતી. અને સીધો જ તેણે આ યુવાન પર હુમલો કરી દીધો હતો.

ધારી: આંબરડી આસપાસનો વિસ્તાર આમપણ પહેલેથી જ સાવજોના હુમલા માટે કુખ્યાત છે. ભુતકાળમા અહી એક માસના ટુંકાગાળામા સાવજોએ ત્રણ વ્યકિતઓને ફાડી ખાઇ હાહાકાર મચાવી દીધો હતો. હવે ફરી એકવાર અહીની સિંહણે એક યુવાન પર હુમલો કરી દીધો હતો. આંબરડી ગામનો અરવિંદ ખોડાભાઇ (ઉ.વ.22)નામનો યુવાન પોતાની વાડીએથી આજે સાંજે ઘર તરફ પરત ફરી રહ્યો હતો ત્યારે અચાનક સાંકડા રસ્તા પર સિંહણનો સામનો થયો હતો.
સિંહણ પણ જાણે આ યુવાનને રસ્તો આપવાના મુડમા ન હતી. અને સીધો જ તેણે આ યુવાન પર હુમલો કરી દીધો હતો. યુવકને પગમા, પીઠમા તથા કમરમા ગંભીર ઇજા પહોંચી હતી. જો કે તેની સાથે રહેલા યુવાને શોરબકોર કરતા સિંહણ નાસી છુટી હતી. ઘાયલ યુવાનને 108 એમ્બ્યુલન્સના પાઇલોટ પ્રવિણભાઇ તથા ઇએમટી શિલ્પાબેને તાબડતોબ સારવાર માટે ધારી દવાખાને ખસેડયા હતા અને ત્યાંથી આ યુવાનને વધુ સારવાર માટે અમરેલી સિવીલમા રિફર કરાયો હતો.ધારીના આંબરડી પંથકમા બે વર્ષ પહેલા પણ સાવજોએ હાહાકાર મચાવ્યો હતો. રાત્રે વાડીમા રખોપુ કરતા ત્રણ વ્યકિતઓને ફાડી ખાધા હતા. જુદીજુદી ત્રણ ઘટના એક માસના ગાળામા બની હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-lion-attacked-and-injured-the-young-man-in-dhari-gujarati-news-5912355-NOR.html
No comments:
Post a Comment