Tuesday, July 31, 2018

સિંહે કર્યું મંદિર પાસે મેટિંગ, આવી હોય છે મેથડ, ગર્ભધારણ તો ઓક્ટોબરમાં જ

Divyabhaskar.com | Updated - Jul 02, 2018, 02:16 PM

મેટિંગ બાદ બચ્ચાં જન્મે કે નહીં એ બાબત ઇન્ડ્યુસ પોરુલેશન પ્રક્રિયા પર આધારિત હોય છે

અમરેલી: ચોમાસાની ઋતુનો પ્રારંભ થતાંની સાથે જ સિંહ-સિંહણ વચ્ચે મેટિંગ પિરિયડ શરૂ થાય છે. ત્યારે અમરેલીના ધારી ગીર પૂર્વના જંગલમાં અનેક જગ્યાએ સિંહ-સિંહણએ મેટિંગ પિરિયડ શરૂ કરી દીધો છે. સિંહ-સિંહણ મંદિર પાસે મેટિંગ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો મોબાઇલમાં કેદ થયા છે. મેટિંગ બાદ પણ સિંહણ ગર્ભધારણ તો ઓક્ટોબરમાં જ કરે છે. સિંહની વસતી સતત વધતી રહે એ માટે વનવિભાગ જ નહીં સૌરાષ્ટ્રના લોકો ઇચ્છે છે. પરંતુ બચ્ચાંના જન્મ માટે સિંહણના જનનાંગોમાં થતી આંતરિક પ્રક્રિયા પણ એટલી જ જવાબદાર છે.
વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના જી સાયન્ટિસ્ટ ડો. વાય. વી. ઝાલાએ જણાવ્યું હતું કે, સિંહોમાં બહુ ઓછા પ્રમાણમાં સિઝનલ બ્રીડિંગ જોવા મળે છે. તે બારે માસ મેટિંગ કરે છે, પણ મેટિંગ બાદ બચ્ચાં જન્મે કે નહીં એ બાબત ઇન્ડ્યુસ પોરુલેશન પ્રક્રિયા પર આધારિત હોય છે. ચોમાસા અને શિયાળા દરમિયાન ઇન્ડ્યુસ પોરુલેશનની પ્રક્રિયા બીજી સિઝન કરતાં વધુ થતી હોય છે. એટલે જે મેટિંગ સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં થાય તે દરમિયાન આ પ્રક્રિયા ચાલતી રહેતી હોય છે, જેથી મેટિંગ સફળ રહે છે. આ પ્રક્રિયા સિંહણની રજપીંડ ગ્રંથિમાં થતી હોય છે. આ પ્રક્રિયા થાય તો જ સિંહણને બચ્ચાં જન્મે. ઘણી વાર સિંહ-સિંહણ વચ્ચે મેટિંગ થવા છત્તાં તેની ફલશ્રુતિ થતી નથી. તેની પાછળ પણ આ જ પ્રક્રિયા જવાબદાર છે.
ગીર જંગલનાં રેવન્યુ વિસ્તારમાં વનરાજ અને વનરાણીનો અનોખો રોમાન્સ
ગ્રેટર ગીર નેચર ટ્રસ્ટના રાજન જોષી જણાવ્યું હતું કે, બચ્ચાંને જન્મ આપ્યા બાદ સામાન્ય રીતે સિંહણ બે વર્ષ સુધી મેટિંગ કરતી નથી, કારણ કે જો કોઈ બીજા નર મેટિંગમાં આવે તો બચ્ચાંને મારી ન નાખે. અમુક કિસ્સામાં બે વર્ષ પહેલાં પણ સિંહણ હીટમાં આવી જાય છે અને મેટિંગ કરે છે. જો કોઇ નર સિંહ બચ્ચાંનો પિતા હોય તો બચ્ચાં તેની સાથે રહે છે. સામાન્ય રીતે બીજા કોઇ સિંહ સાથે બચ્ચાં રહેતાં નથી.

ઇન્ડ્યુસ પોરુલેશન પ્રક્રિયા સિંહ ઉપરાંત વાઘ, દીપડામાં પણ થાય છે. સિંહણ મેટિંગ બાદ અંદાજે 110 દિવસ બાદ બચ્ચાંને જન્મ આપે છે. એટલે કે, તેનો ગર્ભાધાનકાળ 110 દિવસ હોય છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-monsoon-is-the-season-for-mating-for-lions-gujarati-news-5907668-PHO.html?seq=1

No comments: