Tuesday, July 31, 2018

86 પ્રકારનાં વૃક્ષો એવા છે જેને કટિંગ કરવા માટે વન ખાતાની પરમીશન જરૂરી નથી : વન સંરક્ષક શ્રીવાસ્તવ

Divyabhaskar.com | Updated - Jul 31, 2018, 02:01 AM

ધારીમાં યોજાયો 69મો વનમહોત્સવ | અાખા વર્ષ ડેમમાંથી માટી લેવાની છુટ: આર.સી.ફળદુ

અમરેલી જીલ્લાના વનમહોત્સવની ૬૯મી ઉજવણી ધારી ખાતે આજે કરવામાં આવી હતી. અમરેલી જિલ્લા કક્ષાની આ ઉજવણી કૃષિ ગ્રામ વિકાસ, મત્સ્યોદ્યોગ અને વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જેના મુખ્ય મહેમાન બન્યા હતા.

સ્વાગત પ્રવચનમાં સામાજીક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ડો.પ્રિયંકા ગેહલોતએ જણાવ્યું હતું કે ૨૩ લાખ રોપા અમોએ તૈયાર કર્યા છે જે લોકોને વાવેતર કરવા આપીશુ તેમજ કેટલા વિસ્તારમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું તેની માહિતી પ્રસારિત કરી હતી. અધિક વનસંરક્ષક એન.સી.શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ૮૬ પ્રકારના એવા વૃક્ષો છે જેની કટિંગ કરવા માટે જંગલ ખાતાની પરમીશન જરૂરી નથી. કદાચ ખેડુતો ડરતા હોય કે જાડ વાવ્યા બાદ પીંજણનો પાર નહીં તેવુ નથી. દરેક વૃક્ષને ઓક્સિજનનો બાટલો જ સમજશો વડ, પીપર, તુલસી અને ચંદન જે ૨૪ કલાક ઓક્સિજન જ રીલીઝ કરે છે એવા વૃક્ષો વાવીએ જેમાંથી આવક થાય ૧૦-૧૫ વર્ષે ઉછેર બાદ આવક રળી શકાય.

ગુજરાત ઘેટા અને ઉન વિકાસ નિગમના ઉપાધ્યક્ષ અમરશીભાઈ ખાંભલીયાએ જણાવ્યું હતું કે પ્લાસ્ટિક અને સ્ટીલના ફર્નિચરનો ઉપયોગ વધ્યો છે જે સારી બાબત છે હું તો એમ કહુ છું કે દિકરીને વળાવવામાં આવે ત્યારે બે છોડ પણ કરીયાવરમાં દેવા જોઈએ કૃષિ, ગ્રામવિકાસ, મત્સ્યોદ્યોગ, અને વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે અગાઉ આપણી પૂર્વજ પરંપરા મુજબ વિદ્યાના આશ્રમો વૃક્ષો વચ્ચે સ્થપાતા જેથી શુદ્ધ ઓક્સિજન વચ્ચે જ્ઞાન પ્રાપ્ત થતું અને ઉપચાર પણ વનસ્પતિમમાંથી વૈદો કરતાં આવી વિરાસત વાળો આપણો દેશ છે અને સાડા છ કરોડ ગુજરાતીઓ વન પ્રત્યે પ્રતિબદ્ધતા ધરાવે છે વૃક્ષ એટલે પરિવારનો જ એક ભાગ એક ઘટક એટલે આપણે આપણા જ પરિવારના સભ્યને મારીએ ખરા કોઈ મારે વૃક્ષ જીવન સાથે વણાય ગયેલો એક ભાગ છે વૃક્ષ વિના ગરમીનું પ્રમાણ ખૂબ ઉંચુ હોય છે. આ ઉપરાંત ખેડૂત સમૃદ્ધ બને અને જમીન ફળદ્રુપ થાય માટે સરકાર આખુ વર્ષ ડેમોમાંથી માટી લેવાની છુટ આપી રહી છે પશુપક્ષીઓને ચારો મળી રહે તેવા ફળાવ જાડ વાવવા જોઈએ પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થતો જાય છે પશુ અને પક્ષીઓ કુદરતી ઘટક છે આપણે જંતુનાશક દવાઓનો ઓછો ઉપયોગ કરવો જોઇએ.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020109-2334381-NOR.html

No comments: