Tuesday, July 31, 2018

ખાંભા: ઘરની ઓસરીમાં સૂતો હતો યુવાન, દીપડાએ માથામાં બચકું ભર્યું


 panther attack on young man during sleep his home near khanbha

રાબારીકા રાઉન્ડના રેવન્યુ વિસ્તારમાં માનવભક્ષી દીપડાએ 24 કલાકમાં 2 હુમલા કર્યા

+2બીજી સ્લાઈડ્સ જુઓ
ઘરની ઓસરીમાં સૂતો હતો યુવાન અને દીપડાએ કર્યો હુમલો
panther attack on young man during sleep his home near khanbhaખાંભા: ખાંભા તાલુકાના તુલસીશ્યામ રેન્જ નીચે આવતા રાબારીકા રાઉન્ડના રેવન્યુ વિસ્તારમાં માનવભક્ષી દીપડાના આંતકથી ખેડૂતો અને ખેતમજૂરોમાં ફફડાટ ફેલાયો છે. ખાંભાના બોરાળા ગામે હનુમાનપુર ગામ તરફ જવાના રોડ પર રેહતા પ્રતાપભાઈ કેશુભાઈ ચારોલીયા નામનો 23 વર્ષીય યુવાન પોતાના ઘરની ઓસરીમાં સૂતો હતો ત્યારે ગત રાત્રીના 2.30 વાગ્યાની આસપાસ એક કદાવર દીપડા આવી ચડ્યો હતો અને દીપડાએ સૂતેલા યુવાનના માથાના ભાગે બચકું ભર્યું અને ખભા અને ડોકના ભાગે નહોર માર્યા હતા. યુવાને સામનો કરતા દીપડાના મોઢામાંથી પોતાનો બચાવ કરી દીપડા સામે હિંમત દેખાડી અને હાકલા પડકારા કર્યા હતા. આથી યુવાનના ઘરમાં સૂતેલી તેની માતા અને બહેન પણ બહાર આવી ગયા હતા અને દીપડાને ખસેડી મુક્યો હતો. બાદમાં ખાંભા 108નો સંપર્ક કરતા દોડી આવી હતી અને યુવાનને લોહીલુહાણ હાલતમાં ખાંભા સરકારી દવાખાને લાવવામાં આવ્યો હતો.

રાબારીકા રાઉન્ડના રેવન્યુ વિસ્તારમાં માનવભક્ષી દીપડાએ 24 કલાકમાં 2 હુમલા કર્યા હતા. છતાં હજુ વનવિભાગના કહેવાતા આ રાઉન્ડના વનકર્મીઓના પેટનું પાણી હલતું નથી અને દીપડાને પાંજરે પૂરવા કોઇ કવાયત હાથ ધરવામાં આવી નથી.બોરાળા ગામે જે દીપડા દ્વારા યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો તેની નજીક જ શાળા આવેલ છે ત્યારે આ માનવભક્ષી દીપડો રાત્રીના જ નહીં પણ દિવસના આંટાફેરા કરી રહ્યો હોવાનું ગ્રામજનોના મુખે સાંભળવા મળી રહ્યું છે.
ઇજાગ્રસ્ત યુવાનની માતા ગીતાબેન કેશુભાઈ ચારોલીયા આ ઘટના વિશે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મારો પુત્ર ઘરની ઓસરીમાં સૂતો હતો ત્યારે ગત રાત્રીના 2 થી3 વાગ્યાની વચ્ચે આ દીપડો અહીં આવી ચડ્યો હતો ત્યારે અમો તો અંદર સૂતા હતા, મારો પુત્ર બહાર ઓસરીમાં સૂતો હતો.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-panther-attack-on-young-man-during-sleep-his-home-near-khanbha-gujarati-news-5914975-PHO.html?seq=1

No comments: