Tuesday, July 31, 2018

ખાંભા: અજગરે મોરનો કર્યો શિકાર, પચાવી ન શકતા બહાર કાઢ્યો

Divyabhaskar.com | Updated - Jul 13, 2018, 04:06 PM

વનવિભાગ દ્વારા મોરની દફનવિધિ કરાઇ, અજગરને વિડીમાં મુકી દીધો

ખાંભા: રાબારીકા રાઉન્ડ નીચે આવતા રેવન્યુ વિસ્તારમાં આવતા ડેડાણ ગામના વાડી વિસ્તારમાં એક અજગર દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરવામાં આવ્યો હતો. ત્યારે અજગર દ્વારા મોરને આખો ગળી ગયા બાદ પચાવી ન શકતા ફરી બહાર કાઢી નાખ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં મોરનું મોત નીપજ્યું હતું. વનવિભાગના રેસ્ક્યુ ટીમને જાણ થતાં રાષ્ટ્રીય પક્ષી મૃત મોરનો કબ્જો લઇ દફનવિધિ કરવામાં આવી હતી અને અજગરને સુરક્ષિત વિડીમાં છોડી મુકવામાં આવ્યો હતો
.
મળતી માહિતી પ્રમાણે ખાંભા તાલુકા તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડના ડેડાણ રેવન્યુ વિસ્તારમાં મજીદભાઈ ઈસાકભાઈ ટાંકની માલિકીની વાડીમાં એક અજગરે રાષ્ટ્રીય પક્ષી મોરને ગળી ગયો હતો. મજીદભાઇની નજરે પડતા સ્થાનિક વનમિત્ર અને રેસ્ક્યુ ટીમવાળા સાહિદભાઈ પઠાણને જાણ કરી હતી. તેઓ અહીં દોડી આવ્યા હતા ત્યારે અજગરે રાષ્ટ્રીય પક્ષી મોરને ગળી ગયા બાદ પચાવી ન શકતા મોરને આખેઆખો બહાર કાઢી નાખ્યો હતો. જ્યારે અજગરના મોઢામાંથી બહાર નીકળેલા રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત નીપજ્યું હતું. બાદમાં સાહિદ ખાન પઠાણ દ્વારા મૃત રાષ્ટ્રીય પક્ષી મોરનો કબ્જો લઇ મોરની દફન વિધિ કરી હતી. જ્યારે અજગરને પણ રેસ્ક્યુ કરી પકડીને વિડીમાં છોડી મુકવામાં આવ્યો હતો.

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.............
માહિતી અને તસવીરો: હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-the-python-hunting-national-bird-peacock-at-khanbha-gujarati-news-5915829-NOR.html?seq=1

No comments: