Sunday, August 31, 2014

ખેતર ફરતે કટાઈને સડી જતી વાયર ફેન્સિંગથી ખેડૂતોને મુશ્કેલી.

Aug 30, 2014 00:09
  • અપુરતી ગ્રાન્ટને લીધે યોજનાનો લાભ સમયસર મળતો નથી
  • સ્ટીલની જાળી ફીટ કરવા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન રતિભાઈ સાવલિયાની માગણી
(પ્રતિનિધિ) જૂનાગઢ : જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના તાલુકાઓમાં ખેતીમાં જંગલી પશુઓ રોજ- ભુંડનો ત્રાસ વધી રહ્યો છે. નજીકના દિવસોમાં પાક તૈયાર થવાની તૈયારીમાં છે. ત્યારે સ્ટીલના તારની જાળી ફીટ કરવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગણી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેને કરી છે.
જૂનાગઢ અને ગીર સોમનાથમાં ખેતીમાં જંગલી પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. થોડા સમયમાં પાક તૈયાર થવાની તૈયારી છે. ત્યારે જૂનાગઢ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન રતીભાઈ સાવલીયાએ કૃષિ અને પશુપાલન મંત્રીને પત્ર દ્વારા જણાવ્યું છે કે, જંગલ ખાતા દ્વારા ગ્રુપમાં ખેડૂતોને ફેન્સીંગ કરવાની યોજના છે. પરંતુ વાયર ફેન્સીંગમાં ટુંક સમયમાં જ વાયર કાટી સડી જાય છે. ઉપરાંત આવા વાયર ફેન્સીંગમાં શેઢાડી જેવા નાના પ્રાણીઓ અંદર આવી જાય છે. જેના કારણે પાકનું નુકશાન થાય છે. વાયર ફેન્સીંગમાંની જગ્યાએ સ્ટીલના તારની જાળી ફીટ કરવાની મંજૂરી આપવામાં આવે તો ખેડૂતોના પાકનું સારી રીતે રક્ષણ થઈ શકે તેમ છે. આ ઉપરાંત હાલમાં જંગલ ખાતા દ્વારા વાયર ફેન્સીંગનું કામ ચાલુ છે. તેમાં પણ ગ્રાન્ટના અભાવે લાંબા સમય સુધી ખેડૂતોનો વારો આવતો નથી. ત્યારે વધુમાં વધુ ગ્રાન્ટ ફળવાય અને સ્ટીલના તારની જાળી ફીટ કરવાની માંગણી તેઓએ રાજ્યના કૃષિ મંત્રીને પાઠવેલા પત્રમાં કરી છે.
ઉ૫રોક્ત રજૂઆતને પગલે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોએ રતીભાઈને પૂરતો ટેકો આપ્યો છે. આખરે વાત તો ખેડૂતોના હિત માટેની જ હોઈ તો તેમાં ઢીલાશ શા માટે ? તે એક યક્ષ પ્રશ્ન છે.

1 comment:

Unknown said...

કેમ છો કમલેશ ભાઈ તમારા બ્લોગ થી હું સેહ્મત છું પરંતુ આ રાજનીતિ નાં ચક્કર માં બિચારા ખેડૂતો ને બોહ્ગવો પડે છે પણ તમારા પત્ર થી કૃષિ મંત્રાલય માં કહીં હલચલ થાય તોહ શારૂ એટલા માટે હું આ કોમ્મેન્ત અંગ્રેજી ના બદલે ગુજરાતી માં આપું છું જેથી આના માધ્યમ થી લોકો શુધી અને નેતા સુધી પહોચે.

translation in ahmedabad | translation service