Saturday, December 31, 2016

રાજુલાઃ રમત-રમતમાં સિંહ બાળ પડ્યું કુવામાં, 1 કલાકની જહેમતે બહાર કઢાયુ

Jaydev Varu, Rajula | Dec 23, 2016, 22:45 PM IST

રાજુલાઃ રમત-રમતમાં સિંહ બાળ પડ્યું કુવામાં, 1 કલાકની જહેમતે બહાર કઢાયુ,  amreli news in gujarati
  • નાગેશ્રી ગામે 3 માસનું સિંહ બાળ કુવામાં ખાબક્યું
રાજુલા:જાફરબાદ તાલુકાના નાગેશ્રી વિસ્તારમાં સિંહોનુ પ્રમાણ દિન પ્રતિ દિન વધી રહ્યું છે. ત્યારે નાગેશ્રી ગામ નજીક હમીરભાઈ પરમારની વાડીમાં બપોરે 3 માસનું સિંહ બાળ કુવામાં ખાબકતા ગામના પૂર્વ સરપંચ અજયભાઈ વરૂ અને પ્રકૃતિ પ્રેમી વિજયભાઈ વરૂ, સતુભાઈ વરૂ અહીં દોડી આવ્યા હતા અને વનવિભાગને જાણ કરતા વનવિભાગ સ્ટાફ રાજ્યગુરૂ, સારલા સહીત રેસ્ક્યુ ટિમ નાગેશ્રી ગામ પોહચી અંદાજીત 1 કલાક જેટલા સમયમાં રેસ્ક્યુ ઓપરેશન કરી સિંહ બાળને બચાવી લેવામાં આવ્યું હતુ.

સિંહ બાળને બાબરકોટ નર્સરી ખાતે ખસેડયું

સિંહ બાળને બાબરકોટ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું કેમ કે પાણી હોવાને કારણે સિંહ બાળને ઠંડી લાગી ગઈ હોવાને કારણે તાત્કાલિક બાબરકોટ નર્સરી ખાતે ખસેડયું હતું પરંતુ ગામના આગેવાનો અને પ્રકૃતિ પ્રેમીઓએ વન વિભાગની કામગીરી બિરદાવી હતી બીજી તરફ આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં સિંહો અને સિંહ બાળનો વસવાટ છે અગાવ પણ અનેક વખત વન્ય પ્રાણી કુવામાં ખાબક્યા હતા.

No comments: