Saturday, December 31, 2016

ગિરનાર ઉપર લાઇટ બંધ રહેતા યાત્રાળુઓને મુશ્કેલી

DivyaBhaskar News Network | Dec 26, 2016, 04:10 AM IST
પ્રવાસીઓનો ધસારો રહેતા અકસ્માતનો ભય

જૂનાગઢનાંગિરનાર પર્વત પર લાઇટો બંધ રહેવાને કારણે યાત્રાળુઅોને મુશ્કેલી પડે છે. ડીસેમ્બર માસનાં અંતિમ દિવસોમાં યાત્રાળુઓની સંખ્યા વધવાને કારણે જૈન મંદિરથી અંબાજી મંદિર સુધી પોલીસ બંદોબસ્ત મુકવાની માંગ ડોળી પ્રમુખે કરી છે.

જૂનાગઢ પ્રવાસન સ્થળ હોવાને કારણે વારતહેવારે પ્રવાસીઓ આવતા હોય છે. ડીસેમ્બર માસનાં અંતિમ દિવસોમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતો હોય છે. દિવસોમાં મીની વેકેશનનો માહોલ સર્જાતા શહેરનાં જોવાલાયક સ્થળોએ પ્રવાસીઓની અવરજવર રહે છે. ગિરનાર પર્વત પર વહેલી સવારે હજારો શ્રદ્ધાળુઓ ચડતા હોય છે. પરંતુ લાઇટ બંધ હોવાને કારણે ભારે મુશ્કેલી પડે છે. તેમજ પ્રવાસીઓનાં ધસારાને કારણે જૈન મંદિરનાં 2500 પગથિયાથી અંબાજી મંદિરની ટુંક સુધી પોલીસ બંદોબસ્ત મુકવાની જરૂર છે. ડીસેમ્બરનાં છેલ્લા સપ્તાહ સુધી યાત્રિકોની સુખાકારી માટે પગલા ભરવા જોઇએ. તેમજ સમયમાં શાળાની પ્રવાસી ટુર આવતી હોવાને કારણે સુવિધા કરવી જોઇએ તેમ ડોળી એસોસીએશનનાં પ્રમુખ રમેશભાઇ બાવળીયાએ જણાવ્યું છે.

No comments: